Isreal Labenon missile Attack: હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે લેબનોનથી ઈઝરાયેલમાં કરવામાં આવેલા એન્ટી ટેન્ક મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે. આ હુમલો ઈઝરાયેલની ઉત્તરીય સરહદ પાસે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ખેતરમાં મિસાઈલ પડતા મોત
રિપોર્ટ અનુસાર આ ત્રણેય ભારતીયો કેરળના રહેવાસી છે. આ મિસાઈલ હુમલો સોમવારે સવારે લગભગ 11 વાગે ઈઝરાયેલના ગેલીલી વિસ્તારમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલ એક ખેતરમાં પડી, જ્યાં કામ કરતા લોકો તેની ચપેટમાં આવી ગયા. આ હુમલામાં માર્યા ગયેલા ભારતીય નાગરિકની ઓળખ કેરળના કોલ્લમના રહેવાસી પટનીબિન મેક્સવેલ તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ બુશ જોસેફ જ્યોર્જ અને પોલ મેલ્વિન તરીકે થઈ છે.
અન્ય બે ભારતીયો હોસ્પિટલમાં સારવાર હેઠળ
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, મિસાઈલ હુમલામાં દાઝી જવાને કારણે જ્યોર્જને નજીકની બેલિન્સન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેનો ચહેરો દાઝી ગયો છે. તેનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ તે સ્વસ્થ થઈ રહ્યો છે. તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. તે ભારતમાં પોતાના પરિવાર સાથે વાત કરી શકે છે. દરમિયાન, મેલ્વિનને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને ઉત્તરી ઈઝરાયેલની ઝીવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે કેરળના ઇડુક્કીનો રહેવાસી છે.
એવું માનવામાં આવે છે કે આ હુમલો લેબનોનના હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો. તે 8 ઓક્ટોબરથી સતત ઈઝરાયેલ પર રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે.
ભારતીય દૂતાવાસે કરી મોતની પુષ્ટિ
ઇઝરાયેલમાં એક ભારતીયના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા, ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં માત્ર એક પ્લાન્ટેશનમાં કામ કરી રહેલા ભારતીય નાગરિકના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ. અમારી પ્રાર્થના અને સંવેદના પીડિત અને ઘાયલોના પરિવારો સાથે છે. ઇઝરાયેલની તબીબી સંસ્થાઓ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપી રહી છે. ઈઝરાયેલ આતંકવાદની ઘટનાઓમાં માર્યા ગયેલા દરેક નાગરિક સાથે સમાન વર્તન કરે છે, પછી તે ભારતીય હોય કે વિદેશી.
ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ કેવી રીતે શરૂ થયું?
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઈઝરાયેલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે.
ઇઝરાયલે હમાસના હુમલાનો એવી રીતે જવાબ આપ્યો કે ગાઝામાં માત્ર એક-બે હજાર નહીં પરંતુ 24,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતા. આ સિવાય 60 હજારથી વધુ પેલેસ્ટાઈન કોઈને કોઈ રીતે ઘાયલ થયા છે. બેન્જામિન નેતન્યાહુએ હમાસને ખતમ કરવાના ઈરાદાથી ગાઝા પર હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલની સેનાએ શાળાઓ, હોસ્પિટલો અને શરણાર્થી શિબિરો પર બોમ્બમારો કર્યો હતો.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાત દિવસનો યુદ્ધવિરામ હતો
કતારની મધ્યસ્થીથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 21 નવેમ્બરે ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર થયો હતો. જો કે, યુદ્ધવિરામ એક અઠવાડિયા સુધી અમલમાં રહ્યો અને પછી 105 બંધકોને મુક્ત કરવામાં આવ્યા. બદલામાં ઈઝરાયેલે 300 થી વધુ પેલેસ્ટાઈન નાગરિકોને પણ મુક્ત કર્યા હતા. 1 ડિસેમ્બરે યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ ઇઝરાયેલી સેનાએ બોમ્બમારો શરૂ કરી દીધો હતો. બાકીના બંધકો હમાસની કેદમાં છે અને ત્રણ બંધકોને કથિત રીતે ઈઝરાયેલી સેનાએ ભૂલથી ગોળી મારી દીધી હતી.
ADVERTISEMENT