Israel Hamas War Live: ઇઝરાયેલ હમાસ યુદ્ધની શરૂઆતમાં બે અઠવાડીયા કરતા પણ વધારે સમય થઇ ચુક્યો છે, ઉત્તરી ગાઝા પર આઇડીએફની હમાસના અનેક સ્થળો પર સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે.
ADVERTISEMENT
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ ટ્વીટ કરીને માહિતી આપી
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, જો તમારી ઇચ્છા શાંતિથી રહેવા અને પોતાના બાળકને સારા ભવિષ્ય આપવાની કરી છે તો તુરંત જ માનવતા દેખાડતા પોતાના વિસ્તારમાં બંધક બનાવાયેલા લોકો અંગે પુરતી માહિતી આપે. ઇઝરાયેલી સેના તમને આશ્વાસન આપે છે કે, તેના બદલે તમને અને તમારા ઘરને સુરક્ષા પ્રદાન કરવાની સંપુર્ણ પ્રયાસ કરવામાં આવશે. તમને ઇનામ પણ આપવામાં આવશે. તમને માહિતી ગુપ્ત રાખી શકાશે.
હમાસ ફ્યુલની દાણચોરી કરી રહ્યું હોવાનો દાવો
ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે દાવો કર્યો કે, હમાસ ગાઝામાં હોસ્પિટલો અને નાગરિકોને પોતાના જનરેટર માટે જરૂરી ફ્યુલનો ભંડાર કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટમાં ઇઝરાયેલી સેનાએ ઇજીપ્તની સાથે સીમા પર તહેનાત હમાસની તરફથી સંચાલિત 12 ફ્યૂલ ટેંકોની સેટેલાઇટ તસ્વીરો ઇશ્યુ કરી છે. ઇઝરાયેલી સેનાની તરફથી આ તસ્વીરો એવા સમયે ઇશ્યું કરવામાં આવી છે, જ્યારે ગાઝાની હોસ્પિટલોમાં ફ્યુલ ખતમ થવાથી વિજળીની અછત હોવાની વાતો કરવામાં આવી રહી છે. ઇઝરાયેલની તરફથી ગાઝામાં સીમિત માત્રામાં માનવીય સહાયતા પહોંચાડવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે ફ્યુઅલ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. જો કે ફ્યુલ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. ઇઝરાયેલનું કહેવું છે કે, ગાઝામાં ફ્યૂલ મોકલવાથી હમાસ તેના પર કબ્જો જમાવી લેશે.
બંધક મહિલાએ કહ્યું કે અમે નર્કમાંથી બચીને આવ્યા છીએ
બીબીસી રિપોર્ટ અનુસાર હમાસની તરફથી બે બંધકોને છોડવામાં આવ્યા. તેમાંથી એક યોચેવદ લિફ્સચિટ્ઝે તેલ અવીવની હોસ્પિટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 85 વર્ષીય મહિલાએ જણાવ્યું કે, બંધક બનાવાયેલી મહિલાએ જણાવ્યું કે, તેને નરકનો અનુભવ થયો. તેમણે કહ્યું કે, અમાસના લડાકુઓ તરફથી અપહરણ કરવામાં આવવા દરમિયાન તેમને ઘણી ઇજા થઇ હતી. મહિલાની પુત્રી પોતાની માં આપબીતી જણાવતા કહ્યું કે, તેને તથા અન્ય બંધકોને લાઠીથી માર મારતા હતા.
ADVERTISEMENT