નવી દિલ્હી : ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે શરૂ થઇ ચુકેલા યુદ્ધ સતત ચાલી રહ્યું છે. બંન્ને તરફથી આશરે 4 હજાર લોકોના મોત થઇ ચુક્યા છે. આ તરફ ઇરાનના વિદેશમંત્રાલયે મોટો દાવો કર્યો છે. ઇરાનના વિદેશમંત્રાલયે કહ્યું કે, જો ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઇક અટકાવશે તો હમાસ બંધક બનાવાયેલા 200 લોકોને છોડવા માટે તૈયાર છે. જો કે ઇરાનના આ નિવેદન અંગે આતંકવાદી સંગઠન હમાસન તરફથી કોઇ પૃષ્ટી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ઇઝરાયેલ હુમલો અટકાવે તો હમાસ બંધકોને મુક્ત કરવા તૈયાર
નસિર કનાનીએ દાવો કરતા કહ્યું કે, હમામ તે તમામ ઇઝરાયેલી નાગરિકોને છોડવાની તૈયારી કરી રહ્યું છે. જેને યુદ્ધ દરમિયાન બંધક બનાવવામાં આવ્યા છે. જો કે સમસ્યા છે કે હમાસ બંધક બનાવાયેલા લોકોને છોડવા માટે જરૂરી પગલા ઉઠાવવા માટે તૈયાર છે. જો ઇઝરાયેલની તરફથી ગાઝાના અલગ અલગ વિસ્તારોમાં થઇ રહેલા હવાઇ હુમલા અટકાવી દેવામાં આવે.
હમાસ પાસે હજી ઘણા લોકો અને સેના છે
બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કાનાનીએ હમાસનો ઉલ્લેખ કરતા તેમ પણ કહ્યું કે, તેમને (હમાસ)ને યુદ્ધ ચાલુ રાખવામાં કોઇ પરેશાની નથી. તેમની પાસે ઇઝરાયેલનો સામનો કરવા માટે પુરતી સૈન્ય ક્ષમતા છે. બીજી તરફ ઇરાને ઇઝરાયેલને ચેતવણી યુક્ત સ્વરમાં કહ્યું કે, જો આગામી દિવસોમાં તેમના તરફતી ગાઝામાં સતત આવી જ હિંસક તબાહી ચાલુ રાખવામાં આવશે તો ઇરાન પણ યુદ્ધમાં કુદી જશે.
અમેરિકા પર ઇરાને શાબ્દિક પ્રહારો કર્યા
ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાની વચ્ચે અમેરિકા પર પણ શાબિદિક પ્રહારો કર્યા. નાસિક કનાની આ યુદ્ધ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું. નાસિર કનાનીએ કહ્યું કે, ફિલિસ્તીનની વિરુદ્ધ ઇઝરાયેલને અમેરિકાને સંપુર્ણ સમર્થન છે. યુદ્ધ ક્ષેત્રમાં પોતાની સૈન્ય ટુકડી મોકલવાનો અર્થ સ્પષ્ટ છે કે, અમેરિકા જુલમ સહેવા વાળા તરફી નહી પરંતુ જુલમ કરનારા લોકોની સાથે છે.
બંધકોને છોડાવવા માટેના પ્રયાસો કરી રહ્યું છે ઇઝરાયેલ
ઇઝરાયેલી સૈન્ય પ્રવક્તા ડેનિયકલ હગારીએ કહ્યું કે, અમારા 199 નાગરિકોને બંધ બનાવીને ગાઝામાં રાખવામાં આવ્યા છે. જેની માહિતી અમે તે તમામ લોકોના પરિવારોને આપી છે. ડેનિયલ હગારીએ આઘળ કહ્યું કે, જે પણ ઇઝરાયેલી નાગરિકોને હમાસે બંધ બનાવ્યા છે, તેને છોડાવવા માટેના દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
બંધકોને મુક્ત કરાવવામાં પ્રયાસો શરૂ
ડેનિયલે કહ્યું કે, બંધક નાગરિકોની સુરક્ષીત મુક્તિ માટે અમારી સર્વોચ્ચ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. અમે સતત બંધ બનાવાયેલા લોકો અંગે માહિતી એકત્ર કરી રહ્યા છીએ. સાથે જ તે તમામ પરિવારોના સંપર્કમાં પણ છીએ.
સેનાના પ્રવક્તાએ આગળ કહ્યું કે, આઇડીએફ અને ઇઝરાયેલની સરકાર બંધકોને પરત દેશ લાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે અને તેમની મુક્તિ માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે.
ADVERTISEMENT