ISrael Hamas War : સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ વડાપ્રધાન મોદીએ એક્સ (પહેલા ટ્વીટર) પર કહ્યું કે, ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાના સમાચારથી વ્યથિત છું. અમારી સંવેદનાઓ નિર્દોષ પીડિતો સાથે છે. અમે આ સંકટની ઘડીમાં ઇઝરાયેલની સાથે ઉભા છીએ.
ADVERTISEMENT
Israel Hamas War
સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અને ભારતના અધિકારીક નિવેનદ અંગે અરબ વર્લ્ડમાં ખલબલી મચેલી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ઇઝરાયેલ પર હુમલા બાદ મોદીના નિવેદન અને ભારતના અધિકારીક નિવેદનમાં અંતર છે જે ઘણુ વ્યક્ત કરી રહ્યું છે.
મિનિટોમાં ભારત કઇ રીતે આટલું સ્પષ્ટ વલણ અપનાવી શકે?
આઇઆઇએસએસમાં મિડલ ઇસ્ટ એક્સપર્સ હસન અલહસન કહે છે કે, ભારતીય વડાપ્રધાને હમાસ હુમલાના થોડા જ કલાકોની અંદર પક્ષપાતી વલણ અખતિયાર કર્યું હતું. તેમણે સ્પષ્ટ વલણ દર્શાવતા કહ્યું હતું કે, ભારત આ ઘડીમાં ઇઝરાયેલની સાથે ઉભું છે. અલહસને આ વિચાર સાથે સંમતી વ્યક્ત કરતા આઇઆઇએસએસમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અબ્દુલ ખાલિદ અબ્દુલ્લાએ કહ્યું કે, ભારતનું વલણ લાંબા સમયથી પેલેસ્ટાઇનના મુદ્દે એક હતું પરંતુ ત્યાર બાદ ઇઝરાયેલને માન્યતા આપીને તેની સાથે સંબંધોને પ્રગાઢ કરીને તેમના વલણમાં ધીરે ધીરે પરિવર્તન જોવા મળ્યું. આજના સમયે ભારતનું વલણ સંપુર્ણ રીતે ઇઝરાયેલના પક્ષમાં છે.
શું ખાડી દેશોમાં રહેતા પ્રવાસી ભારતીયો પર પડશે અસર?
હાલની સ્થિતિમાં ભારતના વલણને અરબ વર્લ્ડ જે પ્રકારે જુએ છે. તેની અસર મિડલ ઇસ્ટ અથવા પશ્ચિમી એશિયામાં રહેતા ભારતીય સમુદાયો પર પડી શકે છે. અલહસને ચિંતા વ્યક્ત કરી કે, જો ભારતની આંતરિક રાજનીતિની અસર ખાડી દેશોમાં રહેનારા પ્રવાસી ભારતીયો સુધી પહોંચે છે તો તેના કારણે સાંપ્રદાયીક તણાવમાં વધારો થઇ શકે છે.
ADVERTISEMENT