Israel Arms Export India : ઈઝરાયલે ગાઝા સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે હથિયારોની નિકાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઈઝરાયલે વર્ષ 2023માં 13.1 અબજ ડોલરના હથિયારોની નિકાસ કરી છે. આમાંથી અડધી નિકાસ એશિયામાં થઈ છે અને તેમાં પણ ભારત સૌથી મોટું ગ્રાહક છે. છેલ્લા 5 વર્ષમાં ઇઝરાયલ હથિયારોની નિકાસ બમણી થઈ છે. એટલું જ નહીં છેલ્લા 3 વર્ષથી ઈઝરાયેલ હથિયારોની નિકાસ કરવાનો સતત રેકોર્ડ બનાવી રહ્યું છે. ઈઝરાયેલના રક્ષા મંત્રાલયે કહ્યું કે, આ ઈઝરાયલની અત્યાર સુધીની સૌથી વધુ હથિયારોની નિકાસ છે. આમાં ઈઝરાયલની એરો ડિફેન્સ સિસ્ટમ પણ સામેલ છે જેણે ઈરાની મિસાઈલ હુમલાના વરસાદને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
ભારત ઈઝરાયલ સૌથી મોટો ગ્રાહક
ઇઝરાયલ દ્વારા નિકાસ કરાયેલા હથિયારોમાંથી 36 ટકા એર ડિફેન્સ સિસ્ટમ છે. વર્ષ 2022માં તે 19 ટકા હતો. આ સિવાય ઈઝરાયલે રડાર અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, ડ્રોન અને દારૂગોળાની નિકાસ કરી છે. આ પહેલા ઈઝરાયલની પ્રખ્યાત ડિફેન્સ કંપની IAIએ આકસ્મિક રીતે ખુલાસો કર્યો હતો કે ભારત તેનો સૌથી મોટો ગ્રાહક છે. ઇઝરાયલના લગભગ 48 ટકા હથિયારો એશિયા અને પેસિફિક મહાસાગરના દેશોમાં નિકાસ કરવામાં આવ્યા છે. આ સિવાય યુરોપમાં પણ 35 ટકા હથિયારોની નિકાસ કરવામાં આવી છે.
ઈઝરાયલે ભારતને ઘણા હથિયારો વેચ્યા
ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, સંરક્ષણ નિકાસ તેના માટે કેન્દ્રિય પ્રાથમિકતા બની ગઈ છે. ઈઝરાયલે આ આંકડો એવા સમયે જાહેર કર્યો છે જ્યારે દુનિયાના ઘણા દેશોએ ગાઝા યુદ્નનો હવાલો આપીને ઈઝરાયલના હથિયારોનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. કોલંબિયાએ કહ્યું છે કે તે ઇઝરાયલમાંથી હથિયારોની નિકાસ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. મે મહિનામાં ફ્રાન્સની કોર્ટે ઈઝરાયલની કંપનીઓને સંરક્ષણ પ્રદર્શનમાં ભાગ લેવા પર રોક લગાવી હતી. અગાઉ, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીએ ખુલાસો કર્યો હતો કે તેણે ભારતમાં સૌથી વધુ હથિયારોની નિકાસ કરી છે.
ડ્રોન, રડાર, મિસાઈલ અને ઈલેક્ટ્રીક વોરફેર સિસ્ટમની કરાઈ ડીલ
IAIએ કહ્યું કે, વર્ષ 2023માં ભારતને લગભગ $1 બિલિયનના હથિયારો વેચવામાં આવ્યા હતા. ઇઝરાયલની કંપનીએ ભારતને એર ડિફેન્સ સિસ્ટમ સપ્લાય કરી છે. ભારતીય કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે ઈઝરાયલની કંપની સાથે મળીને બરાક 8 સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ સમગ્ર ડીલ 77 કરોડ ડોલરની છે. ભારતે IAIને $953 મિલિયનના હથિયારોનો ઓર્ડર આપ્યો છે. આ સિવાય ઈઝરાયલની કંપની સાથે ડ્રોન, રડાર, મિસાઈલ અને ઈલેક્ટ્રીક વોરફેર સિસ્ટમની ડીલ કરવામાં આવી છે.
ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ
ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ છે અને હાલમાં રશિયા પાસેથી સૌથી વધુ હથિયારો ખરીદે છે. ઈઝરાયલે એરો એર ડિફેન્સ સિસ્ટમ માટે જર્મની સાથે લગભગ 4 બિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. તેની ગણતરી વિશ્વના સૌથી શક્તિશાળી એર ડિફેન્સમાં થાય છે. તેણે ઈરાન સાથે મિસાઈલ યુદ્ધમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.
ADVERTISEMENT