ઇઝરાયલે ગાઝાની હોસ્પિટલ પર એરસ્ટ્રાઇક કરી, 500 થી વધારે લોકોના મોતનો હમાસનો દાવો

Israel Palestine Conflict: હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ સતત 11 મા દિવસ પછી પણ શરૂ છે. ગાઝા પટ્ટીથી ચાલતા એક ઉગ્રવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે…

Israel attack on hospital

Israel attack on hospital

follow google news

Israel Palestine Conflict: હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ સતત 11 મા દિવસ પછી પણ શરૂ છે. ગાઝા પટ્ટીથી ચાલતા એક ઉગ્રવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે દક્ષિણી ઇઝરાયેલ પર ઘાતક હુમલો કરી દીધો હતો, ત્યાર બાદ બંન્ને પક્ષોની વચ્ચે યુદ્ધ શરૂ થઇ ચુક્યું હતું. બંન્ને તરફથી અત્યાર સુધી આ યુદ્ધમાં 4200 કરતા વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

રાત્રે 10.30 વાગ્યે ઇઝરાયલે હોસ્પિટલ પર એરસ્ટ્રાઇક કર્યાનો દાવો

સમાચાર એજન્સી એપીના અનુસાર મંગળવારે રાત્રે આશરે 10.30 વાગ્યે હમાસે દાવો કર્યો કે, ઇઝરાયલે ગાઝાપટ્ટીની હોસ્પિટલ અલ અહલી પર એરસ્ટ્રાઇક કરી. આ હુમલામાં 500 લોકોના મોત થઇ ગયા હતા. જો આ હુમલાની પૃષ્ટિ થઇ જાય છે, તો તે 2008 બાદથી સૌથી મોટો ઘાતક ઇઝરાયેલી હવાઇ હુમલો હશે.

હોસ્પિટલમાં ક્ષત-વિક્ષત દેહની ભયાનક તસ્વીર

એપીના અનુસાર અલ અહલી હોસ્પિટલની તસ્વીરોમાં હોસ્પિટલના હોલમાં આગ લાગેલી, તુટેલા કાચ અને ક્ષત વિક્ષત શરીર જોવા મળ્યા. સેંકડો મોતની પાછળ એક મોટુ કારણ એ પણ છે કે ગાઝાની અનેક હોસ્પિટલના લોકો માટે શેલ્ટર બનેલા છે. આ અગાઉ ઇઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં રહેનારા લોકોને જગ્યા ખાલી કરવા માટેની ચેતવણી ઉચ્ચારી હતી. જેના કારણે મોટા પ્રમાણમાં વિસ્થાપન પણ જોવા મળ્યું હતું.

તેલઅવીવ અને અશ્કલોનમાં પણ હૂમલાની સાઇરનો વાગી

બીજી તરફ ઇઝરાયેલી શહેર તેલ અવીવ અને અશ્કલોનમાં સાઇરનની અવાજો સાંભળવા મળી. હમાસે રોકેટ હુમલો કર્યો છે. બીજી તરફ લેબનાન સીમાથી ઉગ્રવાદી સંગઠન હિજબુલ્લાનો પણ સાથ હમાસને મળી રહ્યો છે. હિજબુલ્લાની તરફથી ઇઝરાયેલની સીમા પર છુટાછવાયા હુમલા કરવામાં આવી રહ્યા છે, જેનો ઇઝરાયેલી સેના જવાબ આપી રહી છે.

    follow whatsapp