નવી દિલ્હી : હાલમાં જ સોશિયલ મીડિયા પર મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં તેમણે ISKCON પર કસાઇઓને ગાય વેચવાના ખુબ જ સંગીન આરોપ લગાવ્યા હતા. એટલું જ નહી તેમણે ISKCON ને દેશનો સૌથી મોટી ગોટાળા કરનારી સંસ્થા જણાવવામાં આવી હતી. ISKCON તે આ આરોપોનું ખંડન કર્યું હતું.
ADVERTISEMENT
ભાજપના સાંસદે મેનકા ગાંધીએ લગાવ્યા ગંભીર આક્ષેપ
ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ મેનકા ગાંધીએ હાલમાં જ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શસનેસ (ISKCON) પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. ISKCON આરોપોને નિરાધાર ગણાવતા મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનીની નોટિસ ઇશ્યું કરી છે. ISKCON કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે, ઇસ્કોને ભક્ત, સમર્થક આ અપમાનજનક, નિંદનીય અને દુર્ભાવનાપુર્ણ આરોપોથી ખુબ જ દુખી છે. અમે ઇસ્કોન વિરુદ્ધ ભ્રામક પ્રચાર વિરુદ્ધ ન્યાય પાછળ કોઇ કસર છોડવામાં નહી આવે.
મેનકાએ શું કહ્યું હતું?
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મીડિયા પર મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે ISKCON પર કસાઇઓને ગાયો વેચવાના ખુબ જ ગંભીર આરોપો લગાવ્યા હતા. એટલું જ નહી ISKCON ને દેશની સૌથી મોટી ગોટાળેબાજ સંસ્થા ગણાવી હતી. મેનકા વીડિયોમાં કહેતી જોવા મળી રહી હતી કે, ISKCON ગૌશાળાઓ સ્થાપિત કરે છે અને તેના માટે સરકાર પાસેથી જમીનનો મોટો ટુકડો લે છે અને અસીમિત લાભ પણ કમાય છે. તેમણે દાવો કર્યો કે, તેઓ હાલમાં જ આંધ્રપ્રદેશમાં તેમની અનંતપુર ગૌશાળાની મુલાકાત કરવા પહોંચી હતી ત્યાં પણ એક પણ ગાય સારી સ્થિતિમાં નહોતી. ગૌશાળામાં કોઇ વાછડું જ નહોતું, જેનો અર્થ છે કે, તમામને વેચી દેવામાં આવ્યા.
ADVERTISEMENT