વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન હતું. આ સમયે ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ પોતાનો મત આપ્યો હતો. તે પોતાના ભાઈ યુસુફ પઠાણ સાથે મત આપવા માટે પહોંચ્યો હતો. તેમણે આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મતદાન કરવું આપણો અધિકાર છે અને જવાબદારી પણ છે. આની સાથે તેમણે જનતાને મતદાનમાં ભાગ લેવા અપિલ પણ કરી હતી.
ADVERTISEMENT
ઈરફાને કહ્યું આપણો દેશ મહાસત્તા બની શકે છે…
મીડિયા સાથેની વાતચીતમાં ઈરફાન પઠાણે કહ્યું હતું કે મત આપવો એ આપણો અધિકાર પણ છે અને જવાબદારી પણ છે. મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી પહેલા ફેઝને જોતા અંદાજે 60 ટકા જેટલું મતદાન જ થયું છે. ત્યારે હું લોકોને અપિલ કરું છું કે વધુમાં વધુ લોકો મતદાન કરે. મને આશા છે કે ભારત દેશ મહાશક્તિ બની શકે છે. આપણા યુવાનો પાસે ક્ષમતા છે.
ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે એક વીડિય ટ્વીટ કર્યો હતો. જેમાં તેમણે ગુજરાતની જનતાને મતદાનમાં ભાગીદાર થવા અપિલ કરી હતી. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT