CSK v GT: આજથી IPLનો પ્રારંભ, પહેલી મેચમાં ધોનીના રમવા પર સસ્પેન્સ, કોને મળી શકે CSKની કમાન?

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 આજથી (31 માર્ચ) શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રારંભિક મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ…

gujarattak
follow google news

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 આજથી (31 માર્ચ) શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રારંભિક મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

ધોનીની ઈજાને કારણે CSKનું ટેન્શન વધ્યું
મેચ પહેલા CSK માટે કેટલાક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન એમ.એસ ધોનીને થોડા દિવસો પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ કારણે એમએસ ધોની ગુરુવારે (30 માર્ચ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે આવ્યો હતો, પરંતુ તેણે બેટિંગ કરી નહોતી. આવી સ્થિતિમાં ધોનીની રમવા પર સસ્પેન્સ છે. જો ધોની નહીં રમે તો બેન સ્ટોક્સ અથવા રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપની જવાબદારી મળી શકે છે, જ્યારે ડેવોન કોનવે વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળશે. જોકે, CSK ટીમના CEO કાશી વિશ્વનાથનને પૂરી આશા છે કે એમએસ ધોની પહેલી મેચ રમશે.

ગુજરાત ટાઈટન્સની ટીમની વાત કરીએ તો શુભમન ગિલ તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. અફઘાની સ્પિનર રાશિદ ખાને પાકિસ્તાન સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતે પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી છે અને ઈજામાંથી પરત ફર્યા બાદથી બોલ અને બેટથી અસરકારક રહ્યો છે.

ડેવિડ મિલર પ્રથમ મેચનો ભાગ નહીં હોય
ગુજરાતની ટીમ આ મેચમાં અનુભવી ડેવિડ મિલરને ગુમાવશે તે હજુ પણ દક્ષિણ આફ્રિકામાં છે. જો કે રાહુલ તેવટિયાએ છેલ્લા કેટલાક સમયથી બેટથી સારું પ્રદર્શન કર્યું છે અને તે આ ખામીને પૂરી કરવાનો પ્રયાસ કરશે. ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન પણ ટીમમાં છે. વિલિયમસનને આ ફોર્મેટમાં બહુ ખતરનાક માનવામાં આવતો નથી, પરંતુ ઓછા સ્કોરવાળી મેચોમાં તે ટીમ માટે મુશ્કેલી સર્જી શકે છે.

ગુજરાતની ટીમ પાસે મોહમ્મદ શમીના રૂપમાં અનુભવી બોલર છે. શિવમ માવી પણ આ વખતે ગુજરાતની ટીમ સાથે સંકળાયેલો છે, જ્યારે કેરેબિયન ફાસ્ટ બોલર અલઝારી જોસેફ ભારતીય પીચો પર અસરકારક રહેશે કે કેમ તે જોવાનું રહેશે. પ્રદીપ સાંગવાન અને મોહિત શર્મા અનુભવી ખેલાડી છે, પરંતુ બંને ખેલાડીઓ તેમની કારકિર્દીના અંતિમ મોડ પર છે. વિકેટકીપિંગ માટે રિદ્ધિમાન સાહા અને કેએસ ભરથ વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ નિર્ણય હશે.

બેન સ્ટોક્સ પર ફેન્સની નજરમાં રહેશે
બીજી તરફ ચાર વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની ગત સિઝન ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને હતી. ધોની 41 વર્ષથી વધુનો થઈ ગયો છે પરંતુ કેપ્ટનશિપના મામલે તેનો કોઈ તોડ નથી. ચેન્નાઈની ટીમમાં બેન સ્ટોક્સની હાજરી ચોક્કસપણે વિરોધી ટીમને મુશ્કેલીમાં મુકશે, પરંતુ ગુજરાત ટાઇટન્સ માટે સારી વાત એ છે કે સ્ટોક્સ આ મેચમાં બોલિંગ નહીં કરે. ડેવોન કોનવે, સ્ટોક્સ અને મોઈન અલી જેવા વિદેશી ખેલાડીઓ ટીમની શરૂઆતની ઈલેવનમાં સામેલ થશે.

ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરી શકે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પિચ શરૂઆતથી જ થોડી ધીમી રહે છે, પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ તે બોલરોની તરફેણ કરે છે. અહીં રમાયેલી 10 T-20 મેચોમાંથી 6 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે. અને 4 વખત રનચેજ કરનારી ટીમે વિજેતા બની છે. આજની મેચમાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવા માંગશે. કોઈપણ રીતે, T20 મેચ દરમિયાન, અહીં પ્રથમ દાવની સરેરાશ 160 છે, પરંતુ બીજી ઈનિંગમાં તે 137 રન પર આવી જાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે અને બંનેમાં હાર્દિક પંડ્યાની ટીમ વિજયી બની છે.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, સુભ્રાંશુ સેનાપતિ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, કે ભગત વર્મા, મોઈન અલી, રાજવર્ધન, શિવમ દુબે, દીપક ચહર, મહિષ તિક્ષ્ણા, આકાશ સિંઘ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, બેન સ્ટોક્સ, મતિશા પથિરાના, શેખ રશીદ, નિશાંત સિંધુ, સિસાંડા મગાલા અને અજય મંડલ.

ગુજરાત ટાઇટન્સ (GT): હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, રાહુલ તેવટિયા, શિવમ માવી, વિજય શંકર, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, યશ દયાલ, કેન વિલિયમસન, જોશુઆ લિટલ, ઓડિયન સ્મિથ, ઉર્વિલ પટેલ, કેએસ ભરત અને મોહિત શર્મા.

    follow whatsapp