અમદાવાદઃ અમદાવાદ ખાતે આજે આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023નો રંગારંગ શુભારંભ થયો છે. અહીં અરિજિત સિંગ, રશ્મીકા મંદના, તમન્ના ભાટિયા સહિત ઘણા કલાકારઓએ સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. સાથે જ અહીં યોજાયેલા ડ્રોન શોને જોઈ ક્રિકેટના ચાહકોના દિલ ધબકી ઉઠ્યા હતા.
ADVERTISEMENT
આઈપીએલની 16મી સિઝનની હવે શરૂઆત થઈ ગઈ છે. ધમાકેદાર ઓપનીંગ સેરેમની સાથે આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઈ છે. ઓપનીંગ સેરેમની દરમિયાન અહીં ડ્રોન શો યોજવામાં આવ્યો હતો જેના વિવિધ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. આ ડ્રોન શોને આખરી ઓપ આપતા પહેલા છેલ્લા બેથી ત્રણ દિવસથી તેની ટ્રાયલ પણ કરવામાં આવી રહી હતી. જુઓ આ વીડિયો…
ADVERTISEMENT
