નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના રાજકીય પ્રવાસ પર છે. હવે તે યુએનના મુખ્યાલયમાં યોગ કાર્યક્રમનો હિસ્સો બન્યા છે. તે પહેલા તેમણે ન્યૂયોર્કમાં શિક્ષાવિદો અને થિંક ટૈંક સમૂહોના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્કથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વીડિયો સંદેશ જાહેર કરીને દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું કે યોગ એક વિચાર હતો. જેને આજે દુનિયાએ અપનાવ્યો છે.
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીએ યોગાસન કર્યા હતા. ભદ્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાન શિશુનાસન, ભુજંગાસન, પવન મુક્તાસન, શવાસન કર્યા હતા. સંબોધન પછી વડાપ્રધાન યોગ કરવા માટે સામાન્ય લોકો વચ્ચે બેસી ગયા હતા. મોદીના બાજુમાં જાણીતો એક્ટર રિચર્ડ ગૈરી પણ હતો. યોગથી મોદી અને તમામ લોકોએ ધ્યાન લગાવ્યું હતું. એક સાથે ઓમ ઉચ્ચારણ કર્યું હતું.
વડોદરામાં આઇસરે મારી કારને ટક્કર, અકસ્માતમાં બે લોકોના મોત
‘યોગ કોપીરાઈટ ફ્રી’
યુએન મુખ્યાલયમાં પોતાના સંબોધન વખતે વડાપ્રધાને કહ્યું કે, યોગ ભારતથી આવ્યો છે, પરંતુ આ કોપીરાઈટ, રોયલ્ટી વગેરેથી ફ્રી છે. તેને કોઈ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે. યોગને ઘર પર, કામ દરમિયાન અથવા ક્યાંય પણ કરી શકાય છે. યોગને એકલા અથવા ગ્રુપમાં કરી શકાય છે. તેમણે અહીં 180 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગ કર્યા હતા. ત્યાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરાયું હતું.
ભારતીય રાજદૂત રુચિરા કંબોઝે કહ્યું કે આજનો દિવસ ખુબ જ ખાસ છે કારણ કે વડાપ્રધાન મોદી સાથે અહીંના લોકો યોગ કરશે. તેમણે આગળ કહ્યું કે મોદીની લીડરશીપમાં જ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.
PM નરેન્દ્ર મોદીએ એલોન મસ્ક સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વચ્ચે એક મુલાકાત પછી વડાપ્રધાને ટ્વીટ કીરને કહ્યું કે, એલન મસ્ક આપને મળીને ખુબ આનંદ થયો. અમે ઉર્જાથી માંડીને આધ્યાત્મિકતા સુધીના મુદ્દાઓ પર બહુ જરૂરી વાતચિત કરી છે. ત્યાં જ એલન મસ્કે કહ્યું કે, હું આગામી વર્ષ ભારતના પ્રવાસ કરવાની યોજના કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે માનવીય રૂપથી સંભવ થતા જ જલ્દીથી જલ્દી ટેસ્લા ભારતમાં કામ કરશે. હું વડાપ્રધાન મોદીનો તેમના સમર્થન માટે ધન્યવાદ કરું છું. હું તેમનો ઘણો મોટો ફેન છું. આશા છે કે અમે ભવિષ્યમાં કોઈક જાહેરાત કરીશું. ભારતમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ થવાની સંભાવના છે.
ADVERTISEMENT