Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે. આ મિની બજેટમાં સાત મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં અર્થવ્યવસ્થા, ખેડૂતો, મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
બજેટની સાત મોટી વાતો
1. રૂપ ટોપ સોલાર સ્કીમ હેઠળ લોકોને 300 યુનિટ જેટલી વીજળી મફત આપવાની પણ યોજના છે
2. આગામી 5 વર્ષમાં વધુ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. નાણામંત્રીએ 20 મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓ ગણાવી અને ભારતના વિકાસની ગતિ અંગે ચર્ચા કરી. નિર્મલાએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.
3. મહિલાઓ માટે મોટી જાહેરાત
9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે જેથી આ કેન્સરને અટકાવી શકાય. દેશની એક કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે. તેનો લક્ષ્યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
4. 3 નવા રેલ કોરિડોર બનાવવામાં આવશે
પીએમ મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. તેને સાકાર કરવા માટે પગલાં લેવામાં આવશે. છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. યુવા શક્તિ ટેકનોલોજી યોજના બનાવાશે. ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે.
5. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરશે
સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.
6. કેપેક્સનું એલાન
FY25 માટે 11.11 લાખ કરોડ કેપેક્સનું એલાન, અત્યાર સુધીના સૌથી મોટા કેપેક્સનું એલાન.
7. ટેક્સ રેટ યથાવત્ રખાયા
આ વખતે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી. એટલે કે ઈન્કમ ટેક્સમાં ટેક્સપેયર્સને કોઈ રાહત અપાઈ નથી.
નવો ઈન્કમ ટેક્સ સ્લેબ
0 થી 2.5 લાખ સુધી- 0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી-5 ટકા
5 લાખથી 7.5 લાખ સુધી 10 ટકા
7.50 લાખથી 10 લાખ સુધી 15 ટકા
10 લાખથી 12.50 લાખ સુધી 20 ટકા
12.50 લાખથી 15 લાખ 20 ટકા
15 લાખથી ઉપરની આવક પર 30 ટકા
જુનો આવકવેરા સ્લેબ
2.5 લાખ સુધી-0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી-5 ટકા
5 લાખથી 10 લાખ સુધી 20 ટકા
10 લાખથી ઉપર 30 ટકા
ADVERTISEMENT