નવી દિલ્હી : RRR ઓસ્કાર એવોર્ડમાં ભારતીય ફિલ્મ RRR એ ડંકો વગાડ્યો હતો. નાટુ નાટુની જીતનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. જો કે અંગ્રેજોએ આ પ્રસંગે પણ પોતાની સુપ્રીમસીની માનસિકતા છોડી નહોતી. ઓસ્કાર એવોર્ડ સમારંભમાં RRR ની ટીમ ડોલ્બી થિયેટરમાં છેલ્લી સીટ પર બેસાડવામાં આવી હતી. RRRની ટીમને પાછળની સીટો પર બેઠેલી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ હાલ દર્શકો સમગ્ર મામલે વિરોધ કરી રહ્યા છે. વ્હાઇટ સુપ્રીમસીથી હજી પણ અંગ્રેજો પીડાતા હોવાનું કહી રહ્યા છે અને આ સ્પષ્ટ રીતે ભારતનું અપમાન હોવાનું પણ દર્શકો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
ઓસ્કાર એવોર્ડમાં ભારતીય ફિલ્મોએ ઇતિહાસ રચ્યો
ઓસ્કાર એવોર્ડ 2023માં ભારતીય ફિલ્મોએ ઈતિહાસ રચ્યો છે. ભારતે બે અલગ-અલગ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો છે. SS રાજામૌલીની ફિલ્મ RRR એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીતીને દરેક ભારતીયની છાતી ગજ ગજ ફુલે તેવું કામ કર્યુ છે. જો કે ઉત્સાહ અને ઉમંગના વાતાવરણ વચ્ચે, ઓસ્કાર સમારોહમાંથી સામે આવેલ RRR ટીમનો વીડિયો જોયા બાદ ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઓસ્કરમાં નાટુ નાટુ સોંગ છવાઇ ગયું હતું. જો કે યોગાનુયોગ કહો કે ગમે તે પરંતુ આ સોંગ પણ અંગ્રેજોને પોતાની વ્હાઇટ સુપ્રીમસીની માનસિકતાનું દર્શન કરાવતું ગીત હતું. જો કે આ ટીમ અસલ જીવનમાં પણ વ્હાઇટ સુપ્રીમસીનો ભોગ બની હતી. જ્યારે સ્ટેજ પર બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નાટુ નાટુની જીતની જાહેરાત કરાઇ ત્યારે દરેક ભારતીય ખુશ થઇ ગયો હતો. જો કે સમગ્ર કાર્યક્રમ જોનારા ચાહકોની આંખે ઉડીને એક વાત વળગી હતી. RRR ના નામની જાહેરાત થતાં જ આખી ટીમ આનંદથી ચીસો પાડવા લાગે છે. જોરશોરથી ઉજવણી શરૂ કરે છે. જો કે વીડિયોમાં એસએસ રાજામૌલી, તેમની પત્ની અને રામચરણની પત્ની ઉપાસના જોવા મળી રહી છે.
આરઆરઆરની ટીમ થિયેટરમાં સૌથી છેલ્લી લાઇનમાં જોવા મળી
જો કે આ ઉજવણી વચ્ચે લોકોએ જોયું કે, ડોલ્બી થિયેટરમાં છેલ્લી સીટ પર RRR ટીમ બેઠી હતી. RRRની ટીમને પાછળની સીટો પર બેઠેલી જોઈને ભારતીય દર્શકોએ તેને દેશનું અપમાન ગણાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ જુઓ કાર્થાવીર્ય આદિત્ય દ્વારા શેર કરાયેલી પોસ્ટ બાદથી ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક ફેને લખ્યું – RRR ટીમ બહાર નીકળવાની નજીક બેઠી છે. બીજાએ લખ્યું- આ અપમાન છે, કેમ RRRની ટીમ પાછળ બેઠી છે. ગુસ્સે થયેલા પ્રશંસકે લખ્યું- જ્યારે તમને ખબર છે કે આ લોકો જીતવાના છે, તો પછી તમે તેમને પાછળની સીટ પર કેવી રીતે બેસાડશો? જોકે રાજામૌલીનું નામ નોમિનેશનમાં નહોતું. તેમાં સંગીતકાર એમએમ કીરાવાણી અને ગીતકાર ચંદ્રબોઝના નામ સામેલ હતા.
માત્ર મ્યુઝીક ડાયરેક્ટરને જ આગળ બેસાડવામાં આવ્યા
બંને સ્ટેજ પાસે બેઠા હતા. જેથી જ્યારે નામની જાહેરાત થાય ત્યારે તેઓ તરત જ સ્ટેજ પર પહોંચી શકે.ધ સ્પીચનાતુ નાતુ ગીતના સંગીતકાર એમએમ કીરવાણીને એમએમ કીરવાણી દ્વારા ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તેમની સાથે મંચ પર ગીતકાર ચંદ્ર બોઝ પણ જોવા મળ્યા હતા. કીરવાણીએ ગાતી વખતે વક્તવ્ય આપ્યું હતું. તેણે સૌનો આભાર માન્યો. આંધ્ર પ્રદેશમાં જન્મેલા એમએમ કીરાવાની હિન્દી સંગીત પ્રેમી એમએમ કરીમ તરીકે ઓળખાય છે. આ તેમનો પહેલો એકેડમી એવોર્ડ છે. સાઉથની ફિલ્મો સિવાય કીરાવાણીએ ઘણા સુપરહિટ હિન્દી ગીતો પણ આપ્યા છે. એમએમ કીરાવાણીને મળેલા આ સન્માન માટે તેમને સોશિયલ મીડિયા પર ઘણા બધા અભિનંદન મળી રહ્યા છે.
ADVERTISEMENT