નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 મે, રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે, તે પરંપરાગત વૈદિક વિધિઓ અનુસાર કરવામાં આવશે. ઉદઘાટન સમારોહની શરૂઆત હવન અને પૂજાથી થશે. આ પછી પીએમ મોદી લોકસભા ચેમ્બરનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષની બેઠક પાસે સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે.
ADVERTISEMENT
આ પહેલા શનિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ પહેલા અધિનમ મહંત શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે તમારા પગ મારા આવાસ પર પડ્યા છે, આ મારા માટે સૌભાગ્યની વાત છે. મને એ વાતનો પણ ખૂબ આનંદ છે કે આવતીકાલે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમયે તમે બધા ત્યાં આવીને આશીર્વાદ આપવાના છો.
ઉદઘાટન કાર્યક્રમ સવારે 7.15 કલાકે શરૂ થશે
આજે રવિવારે ઉદ્દઘાટન સમારોહનો કાર્યક્રમ સવારે સૂર્યોદય પછી તરત જ શરૂ થશે. PM મોદી સવારે 7.15 વાગ્યે અહીં પહોંચશે. પંડાલમાં 7:30 વાગ્યે પૂજા શરૂ થશે, જેની વિધિ એક કલાક સુધી ચાલશે. ત્યારબાદ દરેક લોકો લોકસભા ચેમ્બર તરફ જશે અને અહીં પ્રવેશ્યા બાદ 9 વાગ્યા સુધી ચેમ્બરમાં કાર્યક્રમ ચાલશે. લોબીમાં પ્રાર્થના સભા થશે અને ત્યારપછી પીએમ મોદી કેમ્પસની બહાર નીકળશે. આ પછી, ઉદ્ઘાટનનો બીજો તબક્કો સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
સંસદ ભવનના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન ટેનટેટીવ કાર્યક્રમ
પૂજા સમારોહ સવારે 7.15 કલાકે: પીએમ મોદીનો મુખ્ય દ્વારથી પ્રવેશ (વિજય ચોક બાજુથી)
સવારે 7.30: પૂજા પંડાલ (મહાત્મા ગાંધી પ્રતિમા પાસે સ્થિત) ખાતે શરૂ થશે.
સવારે 8.30: પૂજા સમાપ્ત
સવારે 8.30 કલાકે: એલએસસી (લોકસભા ચેમ્બર) તરફ જશે.
સવારે 8.35 કલાકે: લોકસભા ચેમ્બરમાં પ્રવેશ
સવારે 8.35 થી 9.00: લોકસભા ચેમ્બરની અંદર કાર્યક્રમ
સવારે 9.00 થી 9.30: લોબીમાં સવારની પ્રાર્થના સભા
9.30 am: PM કેમ્પસ છોડશે
કાર્યક્રમનો બીજો તબક્કો
ઉદ્ઘાટન 11.30 AM: મહેમાનોનું આગમન
બપોરે 12.00 વાગ્યે: મુખ્ય મહેમાનોનું આગમન
બપોરે 12.00: સ્ટેજ પર મહાનુભાવો
બપોરે 12.07: રાષ્ટ્રગીત
બપોરે 12.10 કલાકે: સ્વાગત પ્રવચન (માનનીય ઉપસભાપતિ, રાજ્યસભા)
બપોરે 12.17: બે ફિલ્મોનું બેક ટુ બેક સ્ક્રીનિંગ
12:29 pm: ઉપરાષ્ટ્રપતિનો સંદેશ
બપોરે 12:33: રાષ્ટ્રપતિનો સંદેશ
બપોરે 12.38 – રાજ્યસભામાં વિપક્ષના નેતાનું સંબોધન
બપોરે 01.05 – પીએમ મોદી સિક્કો બહાર પાડશે અને સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે
01.10 pm – વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ધન્યવાદનો પ્રસ્તાવ મહાસચિવ લોકસભા
ADVERTISEMENT