Instagram, Facebook down globally: મેટાની (Meta) ઘણી સેવાઓ ડાઉન છે. ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) એક કલાકથી વધુ સમય સુધી સેવાઓ ડાઉન રહી હતી. ઘણા લોકોના ફેસબુક એકાઉન્ટ્સ જાતે જ લોગ આઉટ થઈ રહ્યા છે. જ્યારે ઈન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સ કામ નથી કરી રહ્યા. જેના કારણે યૂઝર્સને ખુબ પરેશાની થઈ રહી છે. આ પ્રથમવાર નથી જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થયા છે, આ પહેલા આવી ઘટના બની ચૂકી છે.
ADVERTISEMENT
આખા વિશ્વમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન
ફક્ત ભારતમાં જ નહીં આખા વિશ્વમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ચલાવતા યૂઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વિશ્વભરમાં આ પ્લેટફોર્મ ડાઉન થઈ ગયા છે. સાથે રિફ્રેશ પણ થઈ રહ્યું નથી, જેથી પેજ ઓપન થતું નથી. જ્યારે ઈન્સ્ટાગ્રામ ઓપન કરીએ તો સમથિંગ વેંટ રોન્ગ જોવા મળી રહ્યું છે, પછી કોઈ ફીડ પણ દેખાતી નથી.
લોકો જાતજાતના મીમ્સ બનાવીને શેર કરવા લાગ્યાં
સોશિયલ મીડિયા ડાઉન થતા જ ટ્વિટ્ટર પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું જોવા મળ્યું હતું. લોકો જાતજાતના મીમ્સ બનાવીને શેર કરવા લાગ્યાં હતા.
ADVERTISEMENT