નવી દિલ્હીઃ માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે અને મને ખુબ આનંદ થઈ રહ્યો છે. વાત એવી છે કે કેન્દ્રીય મંત્રીએ શુક્રવારે InvIT NCDs ના બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર લિસ્ટિંગના પ્રસંગે આ વાત કરી છે. સરકારના પાયાના ક્ષેત્રમાં દેશના સામાન્ય નાગરિકોને ઈન્વેસ્ટ કરવાની તકો આપવા માટે ઈનવિટ એનસીડી લઈને આવી છે. તેમાંથી 25 ટકા એનસીડી (નોન કન્વર્ટેબલ ડિબેન્ચર) રિયલ ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગડકરીએ કર્યું આવું ટ્વીટ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) ઈનવિટ એનસીડી (નોન કન્વર્ટેબલ ડિબેન્ચર)માં તમને બેન્ક કરતાં વધુ 8.05 ટકા સુધીનું રિટર્ન આપે છે અને તેમાં ઓછામાં ઓછું ઈન્વેસ્ટમેન્ટ કરવાની સીમા ફક્ત રૂપિયા 10000 છે. નિતિન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, અમે રિટેલ ઈન્વેસ્ટર્સ (સેવાનિવૃત્ત નાગરિકો, પગારદાર વ્યક્તિઓ, નાના અને મધ્યમ વેપાર માલિકો) ને રાષ્ટ્ર નિર્માણ ગતિવિધીઓમાં ભાગ લેવાનો અવસર આપી શક્યા છીએ.
InvIT સાત ગણું ઓવરસબ્સક્રાઈબ્ડ
નીતિન ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે InvIT નો બીજો રાઉન્ડ શરૂ થયાના માત્ર 7 કલાકની અંદર લગભગ 7 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. તેમણે કહ્યું કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર InvIT NCDsનું લિસ્ટિંગ ઐતિહાસિક છે કારણ કે તે ઇન્ફ્રા ફંડિંગમાં લોકોની ભાગીદારી માટે એક નવી સવારની નિશાની છે. હવે સામાન્ય રોકાણકારો પણ ઇન્ફ્રા ફંડમાં નાણાંનું રોકાણ કરી શકશે. વાર્ષિક ઓછામાં ઓછું 8.05 ટકા વળતર મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે.
સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ કહ્યું, ‘InvIT બોન્ડ્સ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની શ્રેષ્ઠ તક છે. આપણા દેશના સામાજિક-આર્થિક વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને રસ્તાઓમાં મોટું રોકાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને ખાતરી છે કે વધુ રોકાણકારો આમાં ભાગ લેશે.
ઇક્વિટી ફંડ જેવી રોકાણની સુવિધા
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) InvIT દ્વારા NCDs (નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ) જારી કરે છે, જેમાં રોકાણકારો 10,000 રૂપિયાના રોકાણ સાથે સરકારના બિઝનેસ પાર્ટનર બની શકે છે. INVIT પાસે અન્ય ઇક્વિટી ફંડની જેમ રોકાણ કરવાની સુવિધા હશે. તેનું ટ્રેડિંગ માત્ર BSE પર જ થશે.
નિશ્ચિત લઘુત્તમ વળતર
નીતિન ગડકરીએ આશા વ્યક્ત કરી હતી કે વધુ રિટેલ રોકાણકારો તેની તરફ આકર્ષિત થશે. ખાસ વાત એ છે કે તે અન્ય ઇક્વિટી ફંડ્સથી આ અર્થમાં અલગ છે કે જો તમે લૉક-ઇન પીરિયડ સુધી તેમાં નાણાં રાખશો, તો તમને નિશ્ચિત લઘુત્તમ વળતર મળશે. જ્યારે અન્ય ઇક્વિટી ફંડ સામાન્ય રીતે બજાર પ્રમાણે વળતર મેળવે છે અને જો બજાર ઘટે તો નુકસાન થવાની પણ શક્યતા રહે છે.
ADVERTISEMENT