નવી દિલ્હી : ભારતે ઓસ્ટ્રેલિયા સામે આગામી 3 મેચની ODI શ્રેણી (IND vs AUS) માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રથમ વનડે માં રોહિત શર્માના બદલે હાર્દિક પંડ્યાના બદલે સુકાન સંભાળશે. રોહિત અંગત કારણોથી પ્રથમ વનડે નહી રહી શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં 17 માર્ચે આયોજીત થવાની છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સિલેક્ટર વિના ટીમ જાહેર કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પહેલીવાર મુખ્ય પસંદગીકાર વિના જ ટીમની જાહેરાત કરવામાં આવી છે. એક ખાનગી સમાચાર ચેનલના સ્ટિંગ બાદ ચેતન શર્માએ હાલમાં જ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જેને બીસીસીઆઈએ સ્વીકારી લીધું હતું. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનને જોતા વનડેમાં સમાવેસ કરવામાં આવ્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ જાડેજાએ તાજેતરમાં ટેસ્ટ શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી. કાંગારૂઓ સામે ભારતને 2-0થી લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ મેચમાં કેપ્ટનની બદલી
ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (c) (પ્રથમ મેચમાં પંડ્યા), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, KL રાહુલ, ઈશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (vc), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ.
ADVERTISEMENT