નવી દિલ્હી : અકાલી દળના નેતા સુરજીત શામને ગામની જ એક કરિયાણાની દુકાને ઉભા હતા. દરમિયાન એક મોટરસાયકલ પર આવેલા બે યુવકોએ તેમના પર અંધાધુંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી નાખી હતી. તેમના પર તાબડતોબ ગોળીઓ વરસાવતા તેમની છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી.
ADVERTISEMENT
ગામની કરિયાણાની દુકાને ઉભા હતા ત્યારે બની દુર્ઘટના
પંજાબના હોશિયારપુરના ગામ મેઘોવાલ ગંજેયામાં અકાલી દળના નેતા તથા પૂર્વ સરપંચ સુરજીતસિંહ અણખીની ગુરૂવારે સાંજે અજાણ્યા હુમલાખોરોએ તાબડતોબ ગોળીઓ મારીને હત્યા કરી દીધી. બાઇક પર આવેલા બે હુમલાખોરોએ અણખી પર તાબડતોડ ગોળીઓ ચલાવી હતી. ગંભીર રીતે ઘાયલ સ્થિતિમાં તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધા હતા. પોલીસ આ મામલે તપાસ ચાલી રહી છે.
ગામમાં દુકાન પર ઉભા હતા અણખી
સુરજીતસિંહ અણખી લાંબા સમયથી અકાલી દળમાં હતા અને ગામના પૂર્વ સરપંચ હતા. હાલ તેમના પત્ની ગામના સરપંચ છે. સુરજીતસિંહ અણખી સાંજેગામમાં એક કરિયાણાની દુકાન પર ઉભા હતા. આ દરમિયાન એક બાઇક પર આવેલા બે યુવકોએ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ તેમની છાતી અને પેટમાં લાગી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બંન્ને ઘટના સ્થળ પરથી ફાયરિંગ થયું. ગામના લોકોએ ગંભીર રીતે ઘાયલ અણખીને તુરંત જ એક ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા. જ્યાં તેમનું મોત નિપજ્યું.
આ અંદાજમાં થઇ હતી કોંગ્રેસના બ્લોક પ્રધાનની હત્યા
19 સપ્ટેમ્બર આ અંદાજમાં મોગાના ગામ ડાલામાં કોંગ્રેસના બ્લોક પ્રધાન તથા ગામ ડાલાના નંબરદાર બલજિંદર સિંહ બલ્લીની ઘરમાં ઘુસીને હત્યા કરી દેવામાં આવી હતી. બે બાઇક પર બેઠેલા અસામાજિત તત્વોએ ત્રણ રાઉન્ડર ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. દુર્ઘટનાના થોડા કલાકો બાદ ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડાલાએ તેમની હત્યાની જવાબદારી લીધી. ડાલા આ જ ગામના રહેવાસી હતા.
આતંકવાદી અર્શે લીધી જવાબદારી
ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને આતંકવાદી અર્શ ડાલાએ કોંગ્રેસ નેતાની હત્યાની જવાબદારી લીધી હતી. આતંકવાદી અર્શ ડાલાએ પોસ્ટમાં લખ્યું હતું કે તેણે મારી માંને ખુબ જ રડાવી છે. જેના કારણે મારી માંને એક અઠવાડીયા સુધી સીજેઆઇએ પોતાની પાસે બેસાડીને રાખ્યા હતા. મારા ઘસમાં પોલીસ સાથે જઇને તોડફોડ કરાવી હતી. આજે હાર્યો છું તે તેના કારણે અને તેના જ કારણે છે.
ADVERTISEMENT