અમેરિકાના કેલિફોર્નિયામાં અંધાધુંધ ફાયરિંગ, 9 લોકોનાં મોત અનેક ઘાયલ

વોશિંગ્ટન : અમેરિકાના કેલિફોર્નિયમાં એકવાર ફરીથી અંધાધુંધ ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 16 લોકોને ગોળી લાગેલી છે. માહિતી મળતાની સાથે જ ઘટના…

gujarattak
follow google news

વોશિંગ્ટન : અમેરિકાના કેલિફોર્નિયમાં એકવાર ફરીથી અંધાધુંધ ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 16 લોકોને ગોળી લાગેલી છે. માહિતી મળતાની સાથે જ ઘટના પર પહોંચેલી પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરીને ઘાયલોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોળીબાર કેલિફોર્નિયા મોંટેરો પાર્કમાં થઇ. આ ફાયરિંગમાં 9 લોકોમાં મોત થયા હોવાની માહિતી છે.

અમેરિકી મીડિયાએ સુત્રોનો હવાલો આપતા જણાવ્યું કે, મોન્ટેરી પાર્ક ચીની નવ વર્ષ સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. શનિવારે રાત્રે 10 વાગ્યે અહીં તાબડતોબ ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન અહીં પણ મોટા પ્રમાણમાં લોકો હાજર હતા. ફાયરિંગમાં 16 લોકોને ગોળી લાગી હતી. જેમાંથી 9 લોકોનાં મોત થઇ ચુક્યા છે. મોંટેરે પાર્ક લોસ એન્જલ્સ કાઉન્ટીનું એક શહેર છે. જે લોસ એન્જલ્સના ડાઉનટાઉથી લગભગ 7 માઇ (11 કિલોમીટર) દુર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરે ગોળીબાર થયો હતો. જેમાંથી 17 વર્ષીય માં અને 6 મહિનાના બાળક સહિત 6 લોકોનાં મોત નિપજ્યા હતા. પોલીસે આ ટાર્ગેટ કિલિંગ ગણાવ્યું હતું. તુલારે કાઉન્ટીના શેરીફ માઇક બોઉડ્રીક્સે જણાવ્યું હતું કે, હાર્વેસ્ટ રોડનાં 6800 બ્લોકમાં 6 લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં 2 શંકાસ્પદ છે. એટલું જ નહી આ ટાર્ગેટેડ કિલિંગ્સ છે.

ગત્ત વર્ષે 2022 નવેમ્બરમાં અમેરિકાના પેસિલ્વેનિયાના ફિલાડેલ્ફિયામાં તાબડતોડ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા હતા. આ ઘટનાની વીડિયો અને તસ્વીરો લોકોએ સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. આ અગાઉ પણ અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારની એક ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક ઓફ ડ્યુટી પોલીસ અધિકારી પણ હતો. આ ઘટના નોર્થ કેરોલિનાના RALEIGH ની છે.

    follow whatsapp