Uttarakhand Miister Ganesh Joshi: ઉતરાખંડ ભાજપ સરકારમાં મંત્રી ગણેશ જોશીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, શહીદી પર ગાંધી પરિવારનો કોઇ અધિકાર નથી. આટલું જ નહી ભાજપ નેતાએ બે પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાને દુર્ઘટના ગણાવી હતી. ગણેશ જોશી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સમાપન સમારોહમાં અપાયેલા ભાષણ મુદ્દે પુછાયેલા એક સવાલના જવાબમાં બોલી રહ્યા હતા.
જોશીએ કહ્યું કે, મને રાહુલ ગાંધી પર દયા આવે છે. શહાદત પર ગાંધી પરિવારનો એકાધિકાર નથી. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ સહિત લાખો યુવાનોએ પોતાનું લોહી રેડ્યું છે. ગણેશ જોશી, ઉતરાખંડની ભાજપ સરકારમાં કૃષી, ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને સૈનિક કલ્યાણ મંત્રી છે. તેમણે જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીની આગેવાનીવાળી ભારત જોડો યાત્રા સારી રીતે પુરી થવાનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો હતો.
ADVERTISEMENT
પીએમના નેતૃત્વમાં કલમ 370 સમાપ્ત કરવામાં આવી
જોશીએ કહ્યું કે, આનો શ્રેય વડાપ્રધાનને જાય છે. જો તેમના નેતૃત્વમાં કલ 370 ને સમાપ્ત કરવામાં ન આવે અને જમ્મુ કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ ન આવી હોત તો રાહુલ ગાંધી લાલચોક પર રાષ્ટ્રીય ધ્વજ ન ફરકાવી શક્યા હોત. ભાજપના ત્રિરંગા ફરકાવવાનો ઉલ્લેખ કરતા ગણેશ જોશીએ કહ્યું કે, જ્યારે મુરલી મનોહર જોશીએ લાલચોક પર ત્રિરંગા ફરકાવ્યો હતો, ત્યારે જમ્મુ કાશ્મીરમાં હિંસા ચરમ પર હતી.
30 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રા પુર્ણ થઇ
કન્યાકુમારીથી ચાલેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો 30 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરમાં સમાપન થઇ ગયું હતું. આ દરમિયાન શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં એક સભા રાખી હતી. સભામાં બોલતા રાહુલ ગાંધીએ તે પળોનો યાદ આપ્યો હતો જ્યારે તેને પોતાની દાદી અને પિતા રાજીવ ગાંધીની હત્યા અંગે ફોન પર જણાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, હિંસા ભડકાવનારા તે દર્દને ક્યારે પણ નહી સમજે.
હિંસા ભડકાવનારા લોકો એક શહીદ જવાનનું દર્દ નહી સમજી શકે
રાહુલ ગાંધીએ કહ્યું કે, જે લોકો હિંસા ભડકાવે છે, જે પ્રકારે મોદીજી, અમિત શાહજી, ભાજપ અને આરએસએસ આ દર્દને ક્યારે પણ નહી સમજે. એક સેનાના જવાનનો પરિવાર સમજશે, પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવાર સમજશે, કાશ્મીરી સમજશે તે દર્દ, જ્યારે તે ફોન કોલ કોઇને આવે છે.
ADVERTISEMENT