નવી દિલ્હી : આ ઘટના નાગપુર એરપોર્ટની છે. 40 વર્ષીય પાયલટ નાગપુરથી પુણેની ફ્લાઈટ ઓપરેટ કરવાનો હતો. પરંતુ બપોરે 12 વાગ્યાની આસપાસ તે બોર્ડિંગ ગેટ પર જ બેભાન થઈને પડ્યો હતો. હોસ્પિટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એરલાઈન્સ કંપની ઈન્ડિગોના પાઈલટનું અચાનક મૃત્યુ થઈ ગયું. ફ્લાઈટ ટેકઓફ થાય તે પહેલા જ પાઈલટ એરક્રાફ્ટના બોર્ડિંગ ગેટ પર બેભાન થઈને પડી ગયો હતો.
ADVERTISEMENT
પાયલોટને તત્કાલ હોસ્પિટલ ખસેડાયો હતો
પાયલોટને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ ઘટના નાગપુર એરપોર્ટની છે. 40 વર્ષીય પાયલટ નાગપુરથી પુણેની ફ્લાઈટ ઓપરેટ કરવાનો હતો. પરંતુ બપોરે 12 વાગ્યાની આસપાસ તે બોર્ડિંગ ગેટ પર જ બેભાન થઈને પડ્યો હતો. કિમ્સ-કિંગ્સવે હોસ્પિટલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે.
હોસ્પિટલ સ્ટાફે CPR આપ્યું પરંતુ બચાવી ન શકાયા
હોસ્પિટલના પ્રવક્તા એજાઝ શમીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની ઇમરજન્સી ટીમે તેમને CPR આપ્યું હતું પરંતુ કોઈ ફાયદો થયો નથી. આ પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં બે પાયલોટના મોત થયા છે. આ પહેલા કતાર એરવેઝના પાયલોટનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
ADVERTISEMENT