સૌથી અમીર એક ટકા લોકો પાસે દેશની 40% સંપત્તિ, દેશમાં આર્થિક અસમાનતા 100 વર્ષના શિખરે પહોંચી

World Inequality Lab Report: ભારતમાં 2000 ના દાયકાની શરૂઆતથી આર્થિક અસમાનતા સતત વધી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2022-23માં દેશની વસ્તીના સૌથી ધનિક એક ટકા લોકોની આવકનો હિસ્સો વધીને 22.6 ટકા થઈ ગયો છે. આ સાથે જ પ્રોપર્ટીમાં તેમનો હિસ્સો વધીને 40.1 ટકા થઈ ગયો છે. આ રિસર્ચ પેપરમાં અનુસાર બ્રિટીશ રાજ કે વિશ્વયુદ્ધના સમયે ભારતમાં જેટલી આવક અને સંપત્તિની અસમાનતા હતી તેના કરતા પણ વધારે અસમાનતા હાલમાં જોવા મળી રહી છે.

World Inequality Lab Report

બ્રિટિશ રાજ કરતા અસમાનતા વધી

follow google news

ભારતમાં આવક અને સંપત્તિની અસમાનતા, 1922-2023: ધ રાઇઝ ઓફ ધ બિલિયોનેર રાજના શીર્ષક હેઠળના વિશ્વ અસમાનતા લેબના અહેવાલ અનુસાર, ભારતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં બ્રિટિશ રાજ કરતા વધુ અસમાનતા વધી છે. આઝાદી પછી, 1980 ના દાયકાની શરૂઆત સુધી અમીર અને ગરીબ વચ્ચે આવક અને સંપત્તિના તફાવતમાં ઘટાડો થયો હતો. પરંતુ 2000 ના દાયકામાં તે રોકેટની જેમ વધ્યો (India’s top 1% holds 40% of total wealth, income share highest in over 100 years) છે. રિપોર્ટ અનુસાર, આવકની અસમાનતા 2014-15 થી 2022-23 વચ્ચે સૌથી ઝડપથી વધી છે. તેની પાછળ ટેક્સ સંબંધિત નીતિઓ જવાબદાર છે. વૈશ્વિક ઉદારીકરણની ચાલી રહેલી આર્થિક લહેરનો લાભ લેવા માટે આવક અને સંપત્તિ બંને પર કર લાદવો મહત્વપૂર્ણ છે. આરોગ્ય, શિક્ષણ અને પોષણ જેવી બાબતો પર સરકારી રોકાણ વધારવું જોઈએ. આનાથી માત્ર અમીર વર્ગ જ નહીં પરંતુ સરેરાશ ભારતીય પણ પ્રગતિ કરી શકશે.

1982માં ધનવાનોનો હિસ્સો 30% હતો

રિપોર્ટ અનુસાર, દેશના સૌથી ધનિક 10 ટકા વ્યક્તિઓનો આવકમાં હિસ્સો 1951 માં લગભગ 37 ટકા હતો જે 1982 માં ઘટી ૩૦ ટકા થઇ ગયો. 90ના દાયકામાં ટોચના 10 ટકા ધનિકોનો હિસ્સો વધી હવે કુલ આવકના 60 ટકા જેટલો પહોચી ગયો છે તેની સામે સૌથી નીચેના 50 ટકા વસતિનો આવકમાં હિસ્સો હવે માત્ર 15 ટકા જ રહ્યો છે. 

10,000ની સરેરાશ સંપત્તિ 22 અબજ રૂપિયા છે

સૌથી વધુ ધનિક એક ટકામાં આવતા લોકોની આવક રૂ.53 લાખ છે જે રાષ્ટ્રની સરેરાશ 2.3 લાખની આવક કરતા 23 ટકાની છે. સૌથી નીચેના 50 ટકા વ્યક્તિઓ બની આવક રૂ.71,000 છે અને 40 ટકા જેટલા મધ્ય વર્ગની આવક રૂ.16.65 લાખ છે. ભારતમાં ટોચની એક ટકા વસતિની સરેરાશ સંપત્તિ રૂ.5.40 કરોડ છે જે સરેરાશ કરતા 40 ગણી વધારે છે. સૌથી નીચેના 50 ટકાની સંપત્તિ 1.7 લાખ છે જયારે મધ્યમ વર્ગની સંપત્તિ રૂ.9.60 લાખ છે. ભારતમાં ટોચના એક ટકાની આવક વિશ્વના સૌથી આધુનિક દેશો સાથે સરખાવી શકાય એમ આ રિસર્ચ પેપર નોંધે છે. 
 
    follow whatsapp