ભારતનો ગોલ્ડમેડલમાં ચોથો ગોલ્ડ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી : વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનમાં ભારતીય બોક્સર્સનો દમદાર દેખાવ જોવા મળ્યો હતો. શનિવારે નીતૂ અને સ્વીટીએ અને હવે આજે એટલે કે રવિવારે નિખહત ઝરીન…

gujarattak

gujarattak

follow google news

નવી દિલ્હી : વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનમાં ભારતીય બોક્સર્સનો દમદાર દેખાવ જોવા મળ્યો હતો. શનિવારે નીતૂ અને સ્વીટીએ અને હવે આજે એટલે કે રવિવારે નિખહત ઝરીન અને લવલીના બોરગોહેને ફાઈનલમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા લવલિના બોરગોહેને મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 75 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીતીને કેટલિન પારકરને સ્પ્લિટ નિર્ણયમાં 5-2થી પરાજય આપ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં લવલીનાએ જીત મેળવી લીધી હતી. જો કે બીજા રાઉન્ડમાં જોરદાર વાપસી કરીને આ રાઉન્ડ જીતી લીધો હતો.

બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનો ચોથો ગોલ્ડ
બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. તેના પહેલા નિખત ઝરીન, નીતુ, સ્વીટી બૂરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. નીતુ અને સ્વીટીએ શનિવારે મેડલ જીત્યા હતા તો નિખતે રવિવારે ગોલ્ડન પંચ ફટકાર્યું હતું. રવિવારે ભારતીય બોક્સર નિખહત ઝરીન અને લવલીના બોરગોહેને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. ગઈકાલે શનિવારે નીતૂ અને સ્વીટીએ પણ ગોલ્ડ મેળવ્યો હતો. આ રીતે ભારતને કુશ્તીમાંથી જ 4 ગોલ્ડ મળી ચુક્યા છે.

વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય સ્ટાર બોક્સરે ઇતિહાસ રચ્યો
વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની સ્ટાર બોક્સર નિકહત જરીને ઇતિહાસ રચ્યો છે. શાનદાર પ્રદર્શન કરતા ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ કબજે કર્યો છે. 50 કિલો વજન કેટેગરીમાં પોતાનું દમદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી ખાતે આયોજિત ફાયનલ ચેમ્પિયનશિપમાં વિયતનામની ટીમને 5-0 થી હરાવી અને ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. આ ભારતીય સ્ટારબોક્સને પાંચ જજો દ્વારા અપાયેલા સ્કોર સાથે ૨૮ ૨૭, ૨૮ ૨૭, ૨૮ ૨૭, ૨૯ ૨૬, અને ૨૮ ૨૭ થી જીત પોતાને નામ કરી લીધી હતી. બીજી તરફ નિકહત જરીનની આ સીધીને લઈને ભારતની જોલીમાં વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેરાયો છે.

મેરી કોમ બાદ નિખત ઝરીન બે વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, મેરી કોમ બાદ નિખત ઝરીન બે વખત વર્લ્ડ ચેમ્પિયન ખિતાબ મેળવ્યો હતો. બીજી ભારતીય બોક્સર એવી બની કે જેણે સતત બે વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેણે ગયા વર્ષે 52 કિલોગ્રામ કેટેગરીમાં જીત પ્રાપ્ત કરી હતી. ફાઇનલમાં નિખીત ઝરીન પહેલાથી ત્રીજા રાઉન્ડ સુધીમાં કબજો કરી લીધો હતો. વિરોધીને કોઇ પણ તક છોડી નહોતી.

    follow whatsapp