ફ્લોરિડાઃ ભારતે પાંચમી અને અંતિમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 88 રનથી હરાવી દીધું છે. આની સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની સિરીઝને 4-1થી જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે પહેલાં બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 188 રન કર્યા હતા. શ્રેયસ અય્યરે 64 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 100 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
ભારતીય સ્પિનરોએ તમામ 10 વિકેટ લીધી
- વિન્ડિઝ તરફથી શિમરોન હેટમાયરે સૌથી વધુ 35 બોલમાં 56 રન બનાવ્યા હતા.
- ભારત માટે, ત્રણેય સ્પિનરો અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી હતી.
- બિશ્નોઈએ ચાર વિકેટ લીધી હતી. તે જ સમયે, અક્ષર અને કુલદીપે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી, એટલે કે વેસ્ટ ઈન્ડિઝની તમામ 10 વિકેટ ભારતીય સ્પિનરોએ લીધી હતી.
- આ મેચમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત રમી રહ્યા ન હતા.
- હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે આ સિરીઝમાં પાંચ મેચમાં સાત વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલ મેચનો ગેમ ચેન્જર બન્યો હતો.
ભારત/વેસ્ટ ઈન્ડિઝ T20 સ્ટેટ્સ
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે અત્યારસુધીમાં 25 ટી20 મેચ રમી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 17 મેચ જીતી હતી અને સાત મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું. ભારતે વિન્ડીઝ સામે આઠ ટી20 સિરીઝ રમી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ છ સિરીઝ જીતી છે.
અય્યરની વિસ્ફોટક બેટિંગ
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન 11 રન કરીને આઉટ થયો હતો. તે જ સમયે શ્રેયસ અય્યર અને દીપક હુડ્ડાએ બીજી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. દીપક હુડ્ડા 25 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે આ મેચમાં તેની સાતમી ફિફ્ટી ફટકારી હતી. તે 40 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 64 રન કરીને આઉટ થયો હતો.
ADVERTISEMENT