Railways Ticket: ભારતીય રેલવે, દુનિયામાં સૌથી મોટા રેલવે નેટવર્કમાંથી એક છે, જેમાં રોજ લાખો મુસાફરો યાત્રા કરે છે. આ ટિકિટ માટે લોકો IRCTC ની મદદ લે છે. IRCTCએ દેશભરના પ્રવાસીઓની સુવિધા માટે વેબસાઈટની સાથે મોબાઈલ એપ્લિકેશન દ્વારા બુકિંગની સુવિધા આપે છે.
ADVERTISEMENT
જો કે, તમારો પ્લાન કયારે પણ બદલાઈ શકે. પણ આના માટે તમારે ગભરાવવાની જરૂરત નથી. IRCTCએ ઈ-ટિકિટને કેન્સલ કરવાની સુવિધા આપી છે. પરંતુ તમે તમારી ટિકિટ ક્યારે કેન્સલ કરો છો, તેના આધાર પર અલગ-અલગ નિયમો અને ચાર્જ લાગુ પડે છે.
ચાર્ટ તૈયાર થવા પહેલા કેન્સલ
IRCTC ઈ-ટિકિટને ટ્રેનનો ચાર્ટ તૈયાર થવા સુધી, ખાસ કરીને ટ્રેન દોડવાના થોડા કલાકો પહેલા સુધી ઓનલાઈન કેન્સલેશનની પરવાનગી આપે છે, તમે તમારી ટિકિટ આવી જ રીતે કેન્સલ કરી શકો છો.
IRCTC વેબસાઈટના માધ્યમથી
1. તમારા IRCTC એકાઉન્ટમાં લોગ ઈન કરો.
2. 'બૂક કરેલી ટિકિટ' સેક્શન પર જાઓ.
3. તમે જે ટિકિટ કેન્સલ કરવા માંગો છો તે પસંદ કરો અને તમારા પગલાંની પુષ્ટિ કરો.
IRCTC રેલ કનેક્ટ એપ દ્વારા:
1. એપમાં લોગ ઈન કરો.
2.'ટ્રેન'સેક્શન પર જાઈને 'માય બુકિંગ'પર જાઓ.
3. 'અપકમિંગ'માં જઈને જે ટિકિટ કેન્સલ કરવા માંગો છો તે પસંદ કરો.
4. મેનુ પર ક્લિક કરો અને 'ટિકિટ કેન્સલ કરો' પસંદ કરો, પછી પુષ્ટિ કરો.
48 કલાક પહેલા કેન્સલ કરવા માટે ફી
જો તમે ટ્રેનના શેડ્યૂલના 48 કલાક પહેલાં કન્ફર્મ ઈ-ટિકિટ કેન્સલ કરો છો, તો પેસેન્જર દીઠ કેન્સલેશન ફી લેવામાં આવશે. જે તમારા રિફંડમાંથી કાપવામાં આવે છે:
- એસી ફર્સ્ટ ક્લાસ/એક્ઝિક્યુટિવ ક્લાસ: 240 રુપિયા
- એસી 2 ટિયર/ફર્સ્ટ ક્લાસ: 200 રુપિયા
- એસી 3 ટિયર/એસી ચેયર કાર /એસી 3 ઈકોનોમી: 180 રુપિયા
- સ્લીપર ક્લાસ: 120 રુપિયા
- સેકન્ડ ક્લાસ: 60 રુપિયા
48થી 12 કલાકમાં કેન્સલ કરવા માટેની ફી
48 કલાકની અંદર અને ટ્રેન ઉપડવાના 12 કલાક પહેલા સુધીમાં ટિકિટ કેન્સલ કરવા પર, IRCTC ભાડાના 25% ફી લે છે.
ચાર્ટ તૈયાર થયા બાદ
એક વાર ચાર્ટ તૈયાર થઈ જાય એ બાદ ઈ-ટિકિટ સીધી કેન્સલ થઈ શકતી નથી. આ સિવાય, પેસેન્જરોને રિફંડ માટે ટિકિટ જમા રસીદ (TDR) ઓનલાઈન દાખલ કરવી પડશે. તે એવા મામલાઓમાં આ લાગુ છે જ્યાં પેસેન્જરે મુસાફરી ન કરી હોય, ટ્રેન રદ કરવામાં આવી હોય અને ટ્રેન ત્રણ કલાકથી વધુ મોડી હતી અને પેસેન્જરે મુસાફરી ન કરવાનો નિર્ણય કર્યો હોય.
TDR દાખલ કરવા માટે:
1. તમારા IRCTC એકાઉન્ટમાં લોગ ઈન કરો.
2.'માય ટ્રાન્ઝેક્શન્સ'પર જઈને 'ફાઈલ TDR' પસંદ કરો.
3. જરુરી ડિટેલ્સ ભરો અને ફોર્મ જમા કરો.
TDR મુદ્દાઓમાં રીફંન્ડ વેરીફિકેશન પછી આપવામાં આવે છે. આમા સામાન્ય રીતે 5થી7 દિવસ થાય છે.
ADVERTISEMENT