Independence Day 2024: આવતી કાલે સ્વતંત્રતા દિવસ છે જેની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરંપરાગત રીતે રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરી હતી. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ દેશને એક કરવાનું કામ કર્યું. રાષ્ટ્રને સંબોધન દરમિયાન, રાષ્ટ્રપતિએ ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુખદેવ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન વિશે વાત કરી. તેમણે કહ્યું, "મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે તમામ દેશવાસીઓ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસના અવસર પર લહેરાતો ત્રિરંગો જોઈ - પછી તે લાલ કિલ્લા પર હોય, રાજ્યોની રાજધાનીઓમાં હોય કે આસપાસ હોય. આપણા સૌના હૃદય ઉત્સાહથી ભરેલા છે."
ADVERTISEMENT
રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે 14મી ઓગસ્ટે આપણો દેશ વિભાજન સ્મારક દિવસ મનાવી રહ્યો છે. તે ભાગલાની ભયાનકતાને યાદ કરવાનો દિવસ છે. જ્યારે આપણા મહાન રાષ્ટ્રનું વિભાજન થયું ત્યારે લાખો લોકોને ભાગી જવાની ફરજ પડી હતી અને આઝાદીની પૂર્વ સંધ્યાએ દિવસ, આપણે આ અભૂતપૂર્વ માનવ દુર્ઘટનાને યાદ કરીએ અને વિખેરાયેલા પરિવારો સાથે એકજુઠ થઈ ઊભા રહીએ.
સરકારી યોજનાઓની પણ કરી વાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, જેમ આપણે આપણા પરિવાર સાથે વિવિધ તહેવારો ઉજવીએ છીએ, તેવી જ રીતે આપણે આપણા સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસને આપણા પરિવાર સાથે ઉજવીએ છીએ, જેના સભ્યો આપણા બધા દેશવાસીઓ છે. આપણે એક એવી પરંપરાનો હિસ્સો છીએ જે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના અને ભવિષ્યની પેઢીઓની આકાંક્ષાઓને જોડે છે જેઓ આવનારા વર્ષોમાં આપણું રાષ્ટ્ર ફરીથી તેની સંપૂર્ણ ભવ્યતા પ્રાપ્ત કરતા જોશે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઘણી સરકારી યોજનાઓએ આર્થિક રીતે નબળા વર્ગના લોકોનો ઉત્કર્ષ કર્યો છે અને 80 કરોડ લોકોને મફત રાશન અને સુવિધાઓ પૂરી પાડી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે અને સમગ્ર દેશમાં 'નારી શક્તિ'ના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
ADVERTISEMENT