અંગ્રેજોના જમાનાના 3 કાયદા રદ્દ, રાષ્ટ્રપતિ મુર્મૂએ નવા ક્રિમિનલ લૉને આપી મંજૂરી

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંસદના શિયાળુ સત્રમાં હાલમાં જ પસાર થયેલા ત્રણ નવા સુધારાયેલા ફોજદારી કાયદાઓને મંજુરી આપી હતી. જેના પગલે હવે સંસદના…

Dropadi murmu

Dropadi murmu

follow google news

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંસદના શિયાળુ સત્રમાં હાલમાં જ પસાર થયેલા ત્રણ નવા સુધારાયેલા ફોજદારી કાયદાઓને મંજુરી આપી હતી. જેના પગલે હવે સંસદના બંન્ને સદનોમાંથી પસાર થઇને હવે રાષ્ટ્રપતિની સહી થઇ ગયા બાદ તે કાયદો બની ચુક્યો છે. પરિણામ હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ માટે કાયદો બની ચુક્યો છે.

ભારતીય દંડ સંહિતાએ (IPC)ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ, ભારતીય નાગરિક સંરક્ષણ (સેકન્ડ) કોડ દ્વારા ફોજદારી કાર્યવાહી (CrPC) કોડ અને ભારતીય પુરાવા કોડ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલાશે. બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.

President Droupadi Murmu gives assent to three criminal bills – Bharatiya Nyaya Sanhita, Bharatiya Nagarik Suraksha Sanhita and Bharatiya Sakshya Bill, 2023. pic.twitter.com/GUuFuuEvkc

— ANI (@ANI) December 25, 2023

અમિત શાહે બંન્ને ગૃહોમાં બિલ અંગે સ્પષ્ટતા કરી

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ મામલે જણાવ્યું કે, આ ત્રણ બિલ સર્વસંમતીથી પસાર કરવામાં આવ્યા છે. જે દેશના નાગરિકો માટે હાનિકારક હતા અને વિદેશી શાસકોની અનુકુળતા અનુસાર અને ગુલામીના પ્રતિક હતા. 141 વિપક્ષી સાંસદોના સસ્પેંશન વચ્ચે 20 ડિસેમ્બરના રોજ નીચલા ગૃહમાં બિલ પાસ કરાયા બાદ અમિત શાહ બંન્ને ગૃહોમાં બિલનો બચાવ કર્યો હતો.

ન્યાય અને સુધારા પર ધ્યાન રહેશે

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જુના ફોજદારી કાયદા સજા અને નિષેધથી ન્યાય અને સુધારા તરફ વધારે ફોકસ કરશે. ફોજદારી ન્યાય પ્રક્રિયામાં એક નવી શરૂઆત થશે જે સંપુર્ણ ભારતીય હશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાયદાને લાગુ કરવાથી દેશમાં કોર્ટની સ્થિતિ સુધરશે. કોર્ટમાં તારીખ પે તારીખ જેવી સ્થિતિમાં સુધારો થશે.

    follow whatsapp