નવી દિલ્હી : આયરલેન્ડમાં બીજી વાર ભારતીય મૂળના પીએમ રાષ્ટ્રના વડા બન્યા છે. 2020માં વરાડકરની ફાઇન ગેલ અને માઇકલ માર્ટિનની ફિયાના ફેઇલ પાર્ટી વચ્ચે અઢી-અઢી વર્ષ પીએમ બનવાના કરાર થયા હતા. આ કરાર અનુસાર માઈકલ માર્ટિનનો પીએમ તરીકેનો કાર્યકાળ પુર્ણ થતા તેમણે રાજીનામું આપ્યું હતું. હવે આગામી અઢી વર્ષ માટે વરાડકર પીએમ રહેશે. કોઇને પુર્ણ બહુમતી નહી મળી શકવાના કારણે બે પાર્ટીઓએ ગઠબંધન કર્યું હતું.
ADVERTISEMENT
આ અગાઉ તેઓ 2017થી 2020 સુધી પીએમ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ ડેપ્યુટી પીએમ હતા. 43 વર્ષીય વરાદકર હજુ પણ આયર્લેન્ડના સૌથી યુવા નેતાઓ પૈકીના એક છે. તેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા છે, પરંતુ તેઓ હજી પણ આયરિશ ઇતિહાસના સૌથી યુવા વડાપ્રધાન છે. ડબલિનમાં આયરિશ સંસદની વિશેષ બેઠકમાં બોલતા વરાડકરે પોતાના પુરોગામી માર્ટિનનો આભાર માન્યો હતો. વરાડકર ભારતીય મૂળના છે અને તેમણે 2015માં ખુલ્લેઆમ ગે હોવાની કબૂલાત કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
18 જાન્યુઆરી, 1979ના રોજ રાજધાની ડબલિનની રોટુંડા હોસ્પિટલમાં જન્મેલા લીઓ વરાડકરના પિતાનું નામ અશોક વરાડકાર અને માતાનું નામ મિરિયમ વરાડકર છે. તેમના પિતાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ડોક્ટર બનવા માટે 1960ના દાયકામાં બ્રિટન ગયા હતા. વારાડકરના માતા નર્સ તરીકે કામ કરતા હતા. આ દરમિયાન જ તેઓ અશોકને મળ્યા હતા. 1971ની શરૂઆતમાં, તેઓએ યુકેમાં લગ્ન કર્યા હતા જો કે 1973માં ડબલિનમાં સ્થાયી થતા પહેલા આ પરિવાર ભારત આવી ગયો હતો, જ્યાં તેમના બીજા બાળક સોનિયાનો જન્મ થયો હતો.
ADVERTISEMENT