વડાપ્રધાન મોદીએ તિરંગા સાથેના જોડાણને વધુ મજબૂક કરવા મુદ્દે 15 ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાન ઉજવવાનું નક્કી કર્યું છે. તેવામાં દક્ષિણ ગુજરાતની કાપડની મીલોમાં 10 કરોડ તિરંગા બનાવવામાં આવ્યા છે. આના માટે અંદાજે 5 કરોડ મીટર જેટલું કાપડ વપરાયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આની સાથે જ આ કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ રોજગારી ગુજરાતની મહિલાઓની મળી છે. તો બીજી બાજુ સુરતની મોટાભાગની મીલો અત્યારે સાડીઓ બનાવવાનું છોડી માત્ર તિરંગાઓ જ બનાવી રહી છે.
ADVERTISEMENT
કર્મચારીઓ બુટ-ચંપલ બહાર કાઢી ધ્વજ બનાવતા
સુરતમાં જ્યારે રાષ્ટ્રધ્વજ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે તમામ કર્મચારીઓએ બૂટ અને ચંપલ કાઢ્યા પછી જ મીલોમાં પ્રેવશ કર્યો હતો. પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ નહીં થઈ શકે એ અંતર્ગત હવે સુરતમાં તૈયાર થઈ રહેલાં ધ્વજો પોલિએસ્ટરમાંથી બની રહ્યા છે. અગાઉ માત્ર કોટન અને ખાદીમાંથી જ તિરંગા બનતા હતા પરંતુ હવે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદી- અમિત શાહે ટ્વિટર DP બદલ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે લોકોને વ્હોટ્સએપ DP બદલવાની અપિલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે 2થી 15 ઓગસ્ટ વચ્ચે જો દરેક દેશવાસી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રાષ્ટ્રધ્વજની તસવીર DP તરીકે મુકવાની અપિલ કરી છે. આવું કરીને ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં જોડાવવા અપિલ કરી છે.
વડાપ્રધાન મોદીનું અભિયાન…
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પર સ્વતંત્રતા સેનાનાં વીરોની પ્રશંસા કરતા કહ્યું કે 13થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવો જોઈએ. આ અંગે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને જાણકારી આપી હતી.
રાષ્ટ્રપ્રેમ અને દેશ માટે સમર્પિત ભાવનાની પહેલઃ અમિત શાહ
ભારત દેશના તમામ નાગરિકોએ આ અભિયાનમાં જોડાવવા અમિત શાહે અપિલ કરી હતી. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દેશ માટે પ્રેમ બતાવવાની સાથે દરેકને રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવાની પ્રેરણા ત્રિરંગો આપે છે.
ADVERTISEMENT