નવી દિલ્હી: ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. એટલે કે હવે સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. રૈનાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.
ADVERTISEMENT
આ પહેલા સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તેણે ઉત્તર પ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પણ રમી રહ્યો હતો. જો કે, છેલ્લી IPL 2022 સિઝનમાં રૈનાને કોઈપણ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો.
રૈનાનું ક્રિકેટ કરિયર
સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. રૈનાએ 18 ટેસ્ટ મેચમાં એક સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. આ મિડલ ઓર્ડર બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે 226 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રૈનાએ 5615 રન બનાવ્યા જેમાં પાંચ સદી ફટકારી હતી. T20 મેચની વાત કરવામાં આવે તો 78 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જેમાં રૈનાના નામે 1605 રન છે.
રૈના રમી શકે છે લિજેન્ડ્સ ક્રિકેટ
લીગ રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સુરેશ રૈના હવે વિદેશી લીગમાં પણ રમતા જોવા મળી શકે છે. તેણે બીસીસીઆઈ પાસેથી એનઓસી માંગી છે. આ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પણ વિદેશી લીગમાં રમી ચૂક્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુરેશ રૈના પણ આ વર્ષે યોજાનારી લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં રમતા જોવા મળી શકે છે.
ADVERTISEMENT