Nikhil Chaudhary in Australian Women Rape Case: ભારતીય મૂળનો ક્રિકેટર નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલીમાં ફસાતો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની તસ્માનિયાના બિગ બેશ ક્રિકેટર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. નિખિલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ કારણોસર હવે આ કેસની સુનાવણી ટાઉન્સવિલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થશે.
ADVERTISEMENT
નિખિલ પર કારમાં મહિલા પર રેપ કરવાનો આરોપ
27 વર્ષીય નિખિલ બિગ બેશ લીગ (BBL)માં હોબાર્ટ હરિકેન્સ તરફથી રમે છે. તમને જણાવી દઈએ કે, આ આખો મામલો મે 2021નો છે. ત્યારબાદ નિખિલ પર ટાઉન્સવિલેની નાઈટક્લબ સ્ટ્રીપમાં નાઈટ આઉટ દરમિયાન એક મહિલાનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પીડિતાના મિત્રોએ ટાઉન્સવિલેની ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું કે તેઓએ તેને રડતાં અને કહેતા સાંભળ્યું છે કે, તેની સાથે બળાત્કાર થયો છે. તેના પર મે 2021માં ટાઉન્સવિલે નાઈટક્લબ સ્ટ્રીપમાં નાઈટ આઉટ દરમિયાન એક મહિલાનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- 100 CCTV, 500 ઘરોમાં સર્ચ... 10 વર્ષની સગીરા સાથે રેપ-હત્યાના બે આરોપીઓ આખરે પકડાયા
નિખિલ ચૌધરી અને 20 વર્ષીય પીડિતાની મુલાકાત ક્યાં થઈ?
ડિસ્ટ્રિક્ટ કોર્ટના જણાવ્યા અનુસાર, નિખિલ ચૌધરી અને 20 વર્ષીય પીડિતાની મુલાકાત ધ બેંક નાઈટ ક્લબના ડાન્સ ફ્લોર પર થઈ હતી. ત્યારબાદ બંનેએ ડાન્સ કર્યો અને કિસ પણ કરી. મહિલાના મિત્રોએ મંગળવારે કોર્ટમાં જણાવ્યું કે, આ પછી રાત્રે લગભગ 3 વાગે નિખિલ અને પીડિતા કારમાં બેસીને નીકળી ગયા હતા. એક મિત્રએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે પીડિતાની કારની બારી ખખડાવ્યા બાદ કારમાંથી નીકળતા જોઈ હતી. મિત્રએ કોર્ટને જણાવ્યું- પીડિતા રડી રહી હતી, તેણે કહ્યું કે તેણે તેની સાથે બળાત્કાર કર્યો છે.
કિસ સહમતિથી થઈ હતી અને સંબંધ સહમતિથી નહતો થયો : પીડિતા
પીડિતાની માતાની પણ પ્રતિક્રિયા સામે આવી જેમાં તેમણે કહ્યું કે, મારી દીકરીએ મને 23 મેની સવારે રડતા-રડતા તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેના સાથે આ પ્રકારની ઘટના બની છે. તેમણે મને જણાવ્યું કે, એક છોકરાને મળી હતી અને બાદમાં એક કારમાં બેઠી અને તે તેની પાછળ પડી ગયો. પછી મેં પુછ્યું, શું અડપલા થયા છે ? અને તેણે કહ્યું… ‘તેણે પ્રયત્ન કર્યો’ ફોરેન્સિક નર્સ નિકોલ એટકેને કહ્યું કે તેણે કથિત બળાત્કારના અમુક કલાકોની અંદર ફરિયાદીની તપાસ કરી. તેણે જણાવ્યું કે, કિસ સહમતિથી થઈ હતી અને સંબંધ સહમતિથી નહતો થયો.
ADVERTISEMENT