નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ T20 ટૂર્નામેન્ટ માટે ટીમની આજે સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી કરવામાં આવી છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. કેએલ રાહુલ ટીમના વાઇસ કેપ્ટન હશે. આ સાથે જ દીપક હુડા, અર્શદીપ સિંહ અને અવેશ ખાન ટીમમાં પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યા છે જ્યારે ઋષભ પંત કીપર વિકેટ કીપર રહેશે.
ADVERTISEMENT
એશિયા કપ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલીને વિન્ડીઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો પરંતુ હવે તે ટીમમાં પાછો ફર્યો છે. વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ઈજામાંથી સ્વસ્થ થઈને ટીમમાં પાછો ફર્યો છે. રિષભ પંત ઉપરાંત દીપક હુડા અને દિનેશ કાર્તિકને પણ ટીમમાં તક મળી છે. ખરાબ ફોર્મના કારણે શ્રેયસ અય્યરને દીપક ચહર અને અક્ષર પટેલની સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
ટીમમાં માત્ર ત્રણ ફાસ્ટ બોલ
ખાસ વાત એ છે કે ત્રણ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. જ્યારે ચાર સ્પિન બોલર બિશ્નોઈ, ચહલ, જાડેજા અને અશ્વિન છે. કદાચ UAEની સ્પિનિંગ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારતીય પસંદગીકારોએ આ નિર્ણય લીધો છે.
UAEમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. છઠ્ઠી અને અંતિમ ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પછી નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT