Nepal Bus Accident: નેપાળમાં ભારતીય પેસેન્જર સાથે એક મોટી દુર્ઘટના સર્જાય છે. 40 ભારતીયોને લઈ જતી આ બસ તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડી નદીમાં પડી હતી. મળતી માહિતી અનુસાર, બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. આ બસમાં 40 મુસાફરો સવાર હતા.
ADVERTISEMENT
દુર્ઘટનામાં 14 ભારતીયના મોત
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલ્યા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે. આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાય અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલ્યા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.
ADVERTISEMENT