જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ સાથે અથડામણ, સેનાના મેજર સહિત 4 જવાન શહીદ

Rajouri Encounter: જમ્મુના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના મેજર સહિત 4 જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા દળોએ અથડામણમાં એક આતંકીને…

gujarattak
follow google news

Rajouri Encounter: જમ્મુના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના મેજર સહિત 4 જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા દળોએ અથડામણમાં એક આતંકીને ઠાર માર્યો છે. આતંકીઓ જંગલ વિસ્તારમાં છુપાયેલા હોવાને કારણે સુરક્ષા દળોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરક્ષા દળોને મળ્યા હતા ઈનપુટ

વાસ્તવમાં, રાજૌરીના કાલાકોટ પોલીસ સ્ટેશન હેઠળના બાજી ગામના જંગલોમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના ઈનપુટ સુરક્ષા દળોને મળ્યા હતા. આ ઈનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, ત્યારબાદ તે વિસ્તારમાં અથડામણ શરૂ થઈ.

સેનાના 4 જવાન શહીદ

 

એક અધિકારીએ જણાવ્યું કે, અથડામણમાં એક અધિકારી (મેજર) સહિત 4  જવાન શહીદ થયા છે. પોલીસે જણાવ્યું કે શહીદ થયેલા અધિકારી 63 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા.

ડ્રોન અને હેલિકોપ્ટરથી રાખવામાં આવી રહી છે નજર

 

સુરક્ષા દળો દ્વારા ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી આ વિસ્તારમાં આતંકીઓ પર નજર રાખવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જંગલ વિસ્તાર હોવાને કારણે સુરક્ષા દળો માટે આ એક મોટો પડકાર છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. ત્રણ દિવસ પહેલા રાજૌરીના બુધલ ગામમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, ત્યારપછી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.

    follow whatsapp