નવી દિલ્હી : વૈશ્વિક પરમાણુ સુરક્ષાની સ્થિતિનું મુલ્યાંકન કરનારા આંતરરાષ્ટ્રીય સંગઠન નેશન થ્રેટ ઇનિશિએટિવના (NTI) પરમાણુ સુરક્ષા સૂચકાંકે પાકિસ્તાનને ભારતતી ઉપર સ્થાન આપ્યું છે. મંગળવારે ચાલી રહેલા નવા રૈંકિંગ સંગઠને ખતરનાક સામગ્રીના સારસંભાળના મામલે પાકિસ્તાનને ભારત, ઇરાન અને ઉત્તર કોરિયાથી આગળ મુક્યું છે. પાકિસ્તાને આ અંગે પહેલાથી ત્રણ પોઇન્ટ વધારે પ્રાપ્ત કર્યા છે અને 22 દેશોની યાદીમાં 19 મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ADVERTISEMENT
એનટીઆઇ (Nuclear Threat Initiative) નું પરમાણુ સુરક્ષા સુચકાંકના અનેક સંકેતકો અને માનદંડોના આધારે દેશોની પરમાણુ સુરક્ષાની ક્ષમતા અને તેના માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને માપે છે. જેના કારણે પરમાણુ પ્લાન્ટ્સ અને સામગ્રીઓની સુરક્ષા, આંતરરાષ્ટ્રીય માપદંડો અને સંધિઓનું પાલન, પરમાણુ સુરક્ષા માટે નિયામક ઢાંચો અને પરમાણુ હથિયારો અથવા સામગ્રીઓને ખાટા હાથમાં જતા અટકાવવા માટે કરવામાં આવી રહેલા સૌથી સારા ઉપાયોનો સમાવેશ થાય છે.
એનટીઆઇ એક બિન લાભકારી સંસ્થા છે જે આ સુચકાંકને તૈયાર કરે છે. એનટીઆઇ આ વાતનો રેકોર્ડ રાખે છે કે પરમાણુ સંપન્ને દેશ પોતાના પરમાણુ સામગ્રીને કઇ રીતે સંભાળી રહ્યા છે અને તેની સુરક્ષા માટે શું પગલાઓ ઉઠાવી રહ્યા છે.
પરમાણુ સુરક્ષા સુચકાંકમાં ભારત પાકિસ્તાન કરતા પણ પાછળ
એનટીઆઇના સુચકાંક (ખતરનાક સામગ્રીની સારસંભાળનો મામલો) પાકિસ્તાન 49 પોઇન્ટ સાથે 19 મા નંબર પર છે. જ્યારે ભારત 40 પોઇન્ટ સાથે પાકિસ્તાનથી એક ક્રમ નીચે 20 માં સ્થાન પર છે. સૂચકાંકમાં ઇરાન 29 પોઇન્ટ સાથે 21 માં ક્રમ પર છે. ઉત્તર કોરિયા સૌથી ખરાબ પ્રદર્શન કરતા 18 પોઇન્ટ સાથે 22માં નંબર પર છે. બીજી તરફ પરમાણુ સુવિધાઓની સુરક્ષા મામલે પણ પાકિસ્તાનનો સુચકાંક ભારતથી ઘણું આગળ છે. 47 દેશોની યાદીમાં પાકિસ્તાનને 61 પોઇન્ટ મળ્યા છે અને તેઓ રશિયા અને ઇઝરાયેલની સાથે 32 મા સ્થાન પર છે. જ્યારે ભારત આ યાદીમાં 52 પોઇન્ટ સાથે 40 માં સ્થાન પર છે.
કઇ રીતે નક્કી થાય છે રૈંકિંગ
પરમાણુ સુરક્ષા સુચકાંકના રૈંકિંગ 175 દેશો અને તાઇવાનમાં પરમાણુ સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવે છે. જેમાં એક કિલોગ્રામથી વધારે પરમાણુ સામગ્રી (અત્યંત એનરિચ યૂરેનિયમ અને પ્લુટોનિયમ) વાળા 22 દેશોનું આકલન કરે છે અને તેઓ પોતાના પરમાણુ સામગ્રી કે ચોરી અથવા તેના ખોટા હાથોમાં જતા અટકાવવા અને તેને સુરક્ષીત રાખવા માટેના શું ઉપાય કરે છે. આ રૈંકિંગ તે 154 દેશો અને તાઇવાનનું પણ મુલ્યાંકન કરે છે. જેની પાસે એક કિલોગ્રામથી ઓછા અથવા કોઇ હથિયાર બનાવવાનો ઉપયોગ થનારી પરમાણુ સામગ્રી નથી. એવામાં વૈશ્વિક પરમાણુ સુરક્ષા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોમાં તેમના સમર્થનનું મુલ્યાંકન કરવામાં આવે છે.
પાકિસ્તાનના સુધરેલા રેકિંગની વાત કરીએ તો પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. સમર મુબારકમંદે કહ્યું કે, પરમાણુ સુરક્ષા સુચકાંકમાં સુધારો જોવા મળી રહ્યો છે કે પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ દેશ છે. પાકિસ્તાન પાસે ત્રણ દશકથી વધારે સમયથી પરમાણુ હથિયાર છે અને તેણે પરમાણુ પરીક્ષણ પણ કર્યું છે. તેમ છતા પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ સુરક્ષીત છે.
NTI સુચકાંકે વૈશ્વિક પરમાણુ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી
રૈકિંગ બહાર પાડવાની સાથે જ એનટીઆઇ સુચકાંકે પોતાના રિપોર્ટમાં વૈશ્વિક પરમાણુ સુરક્ષા અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. તેની સ્થિતિ બગડી રહી છે. રિપોર્ટમાં કહ્યું કે, પરમાણુ હથિયાર બનાવનારી સામગ્રીને વધારવાની હોડની સાથે તેના આતંકવાદી સંગઠનોના હાથ લાગવાનો ખતરો પણ વધી ચુક્યો છે. રિપોર્ટમાં તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સહિત અનેક દેશ હથિયાર બનાવવા માટે પોતાના પરમાણુ સામગ્રી ભંડારમાં વધારો કરી રહ્યા છે. આ યાદીમાં કુલ આઠ દેશોનો સમાવેસ થાય છે. ફ્રાંસ, ભારત, ઇરાન, ઇઝરાયેલ, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા અને બ્રિટને હથિયાર બનાવવામાં ઉપયોગી પરમાણુ સામગ્રીના પોતાના ભંડારમાં વધારો કર્યો છે.કેટલાક કિસ્સાઓમાં તો આ દેશોએ પ્રતિ વર્ષ હજારો કિલોગ્રામ સુધી પોતાનો ભંડાર વધાર્યો છે. જેના કારણે પરમાણુ હથિયારને ઘટાડવા અને ચોરીનો ખતરો પણ વધી ગયો છે.
ADVERTISEMENT