અમદાવાદ : ભારતે બીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડને છ વિકેટે હરાવ્યું છે. ભારતને જીતવા માટે 100 રન બનાવવાના હતા. જે તેણે 20મી ઓવરના પાંચમા બોલે જ પ્રાપ્ત કરી લીધી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે.
ADVERTISEMENT
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 સીરીઝની અંતિમ મેચ અમદાવાદ ખાતે રમાનાર છે. આ સીરીઝ કબ્જે કરવા માટે બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ રહેશે. ત્યારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક દિગ્ગ્જો પણ હાજર રહેવાની સંભાવના છે.
છેલ્લી પાંચ ઓવરમાં ભારતની એક વિકેટ પડી હતી. ત્યારે ચોથો ઝટકો ભારતને ત્યારે લાગ્યા જ્યારે વોશ્ગિટન સુંદર 9 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. ત્યારે સૂર્યકુમાર યાદવ અને વોશ્ગિટન સુંદરે 30 બોલમાં 24 રનની ભાગીદારી કરી હતી.
ADVERTISEMENT