વિશાખાપટ્ટનમ : ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમ વન ડેમાં ભારતને ખુબ જ શરમજનક પરાજય મળ્યો છે. ભારતીય ટીમે 11 ઓવરની અંદર જ મેચને 10 વિકેટથી ગુમાવી દીધી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા 117 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 39 ઓવરમાં જ લક્ષ્યને પ્રાપ્ત કર્યું હતું.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. જે તેના માટે સાચો સાબિત થયો હતો. મિચેલ સ્ટાર્કની ખતરનાક બોલિંગે ટીમ ઇન્ડિયાને ઘુંટણીયા પર લાવી દેવા માટે મજબુર કરી દીધા હતા. મિચેલ સ્ટાર્કે આ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. ભારતની તરફથી 31 રન બનાવનારા વિરાટ કોહલી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. વનડે ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની આ ત્રીજી સૌથી મોટી જીત છે. તેણે 234 બોલ બાકી હતાને ભારતને 10 વિકેટથી પરાજીત કરી દીધું હતું.
ADVERTISEMENT