નવી દિલ્હી : જર્મનીમાં ફસાયેલા ગુજરાતની બેબી અરિહા શાહના મામલે એકવાર ફરી વિવાદમાં આવ્યો છે. અરિહા નામની બાળકીને જર્મનીના ફોસ્ટર કેરમાં લગભગ 20 મહિનાથી રાખવામાં આવી છે. આ મામલે બાળકીની માં સતત મોદી સરકારને હસ્તક્ષેપની માંગ કરી રહી છે. આ મામલે સરકારે આ અઠવાડીયે જર્મન રાજદુતને પત્ર લખ્યો છે.
ADVERTISEMENT
ભારતીય બાળકી અરીહાની મુક્તે અંગે ભારતે આ અઠવાડીયે જર્મનીના રાજદુત ફિલીપ એકરમેનને સચેત કર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદરમ બાગચીનું કહેવું છે કે, અરિહા મામલે આ અઠવાડીયે એકરમૈન પાસે જવાબ માંગવામાં આવ્યો છે. ભારતનું કહેવું છે કે, બાળક માટે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક માહોલમાં હોવુ ખુબ જ મહત્વપુર્ણ છે.
લાંબા સમયથી પરિવાર સરકારને કરી રહ્યો છે અપીલ
ગત્ત વર્ષે ડિસેમ્બરમાં વિદેશમંત્રી એસ.જયશંકરે અરિહા મામલે જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બાયરબોકની સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે, બાળકીને બર્લિનમાં 20 મહિનાથી ફોસ્ટર કેર સેન્ટરમાં રાખવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ
ગુજરાતનું એક દંપત્તી છેલ્લા દોઢ વર્ષથી પોતાની બાળકીથી હજારો માઇલ દુર છે અને તે સતત અપીલ કરી રહ્યું છે. અમદાવાદના ભાવેશ અને ધારા હિન્દુસ્તાનમાં છે જ્યારે તેમની બે વર્ષની બાળકી અરિહા જર્મનીમાં છે. સપ્ટેમ્બર 2021 આ પરિવાર માટે ખુબ જ ખરાબ રહ્યો. વર્ક વિઝા પર જર્મનીના બર્લિનમાં ગયેલા આ ગુજરાતી પરિવારની બાળકીને ગુપ્ત ભાગે કોઇ કારણોથી લોહી આવ્યું હતું. જેથી તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે માં-બાપ પણ શારીરિક છેડછાડનો આરોપ લાગ્યો. બાળકીને ફોસ્ટર કેર હોમ મોકલી દેવામાં આવી. ત્યારબાદથી જ આ પરિવાર અરીહાના કાયદાકીય યુદ્ધ લડી રહ્યો છે.
ADVERTISEMENT