India-Canada Visa News: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લેતા કેનેડાના નાગરિકો માટેના વીઝા સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે કેનેડાના નાગરિકો આ રોક હટે નહીં ત્યાં સુધી ભારતમાં આવી શકશે નહીં. બીજી તરફ મોટી સંખ્યામાં ભારત અને ખાસ કરીને ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે અને ત્યાં જઈને સેટલ થતા હોય છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશથી કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓના માતા-પિતા ચિંતામાં મૂકાયા છે. ત્યારે જાણો આ સસ્પેન્શનનો ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
BLS ઈન્ટરનેશનલ વેબસાઈટ પર જાણકારી
કેનેડામાં વીઝા કેન્દ્રો મેનેજ કરનારા BLS ઈન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર તેની જાણકારી આપી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોથી ભારતની વીઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગલી સૂચના સુધી સ્થગિત રહેશે. આ નિર્ણયની અસર ખાસ કરીને કેનેડિયન નાગરિકો પર રહેશે.
ભારતમાંથી મોટી સંખ્યામાં યુવાઓ કેનેડા જાય છે
ભારતમાંથી દરવર્ષે મોટી સંખ્યામાં યુવાઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા બીજો સૌથી મોટો લોકપ્રિય દેશ છે. ખાસ કરીને હરિયાણા અને પંજાબમાંથી મોટાભાગે યુવાઓ અહીં જાય છે. ઈમિગ્રન્ટ્સ રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા, (IRCC)ના ડેટા મુજબ, 2022માં 2,26,450 વિદ્યાર્થીઓ કેનેડાએ આવકાર્યા હતા. 31 ડિસેમ્બર 2022 સુધીમાં ભારત કેનેડામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને આવકારવા માટે ટોચના 10 દેશોમાંનો એક હતો.
કેનેડાના વિઝા માટે અરજી કરનાર ભારતીયોને અસર થશે?
ભારત સરકારના આ નિર્ણયથી કેનેડા જવા માટે અરજી કરનારા ઈમિગ્રન્ટ્સ ખૂબ જ ચિંતામાં છે કે હવે તેમની વીઝા અરજીનું શું થશે? ઈમિગ્રન્ટ્સ એક્સપર્ટ્સ મુજબ, કેનેડા પાસે પોતાની ઈકોનોમીને મજબૂત કરવા માટે ઈમિગ્રન્ટ્સને આવકારવા માટે બીજો કોઈ રસ્તો નથી. જોકે આમાં થોડા સમય માટે રોક લાગી શકે છે.
ADVERTISEMENT