મોસ્કો : રશિયાએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતનો સંબંધ ભારત સાથે જોડવા અંગે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. રશિયાએ કહ્યું કે, તેણે તે એક્સપર્ટ પર દયા આવે છે, જે ભારત રશિયા સંબંધો અંગે આવું વિચારી રહ્યા છે. રશિયાએ પહેલા જ અનેક વખત કહી ચુક્યું છે કે, ભારત અને રશિયાના સંબંધો અને રશિયા અને ચીનના સંબંધો સાથે કોઇ લેવા દેવા નથી. બંન્ને દેશોની સાથે રશિયાના સંબંધો અલગ અલગ છે. યુક્રેન પર રશિયાના હુમલાના એક વર્ષ બાદ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ શાંતિનો એક પ્રસ્તાવ લઇને મોસ્કો પહોંચ્યા હતા. જો કે પશ્ચિમી દેશોનો દાવો છે કે, તેમની યાત્રા શાંતિ માટે કમ પરંતુ રશિયાના સમર્થન કરવા માટે વધારે હતી. ચીને રશિયાની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા એક પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
ADVERTISEMENT
રશિયાએ શું કહ્યું?
ભારતે રશિયાના રાજદુત ડેનિસ અલીપોવે કહ્યું કે, શી જિનપિંગની રશિયા યાત્રાના પરિણામો મુદ્દે હાલના દિવસોમાં વિશ્લેષણોનું પુર આવેલું છે. એવું લાગે છે કે, ભારતના અનેક પ્રતિષ્ઠિત વિશેષજ્ઞ રશિયા-ભારત સ્ટેટેજિક પાર્ટનરશિપને નુકસાન પહોંચાડનારો મામલો છે. આ તેમની અંગત વિચારસરણીનો મામલો છે. આ તેમના અંગે વિચારસરણીનો મામલો છે જો કે અમે તેમના પર દયા આવે છે. રશિયન રાજદુતની આ ટિપ્પણીનો વ્યંગ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતે પણ યુક્રેન યુદ્ધમાં રશિયાની ખુલીને ટિકા કરવાનું ટાળ્યું છે. જો કે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પુતિન સાથે મુલાકાત દરમિયાન યુદ્ધની વિરુદ્ધ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સમય યુદ્ધનો નથી.
શી જિનપિંગની રશિયન મુલાકાત અંગે શું થયું?
ચીને શી જિનપિંગની રશિયાની યાત્રાની મિત્રતા, સહયોગ અને શાંતિની યાત્રા ગણાવી હતી. જિનપિંગે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે દિવસ સુધી વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પુનિતને યુક્રેન યુદ્ધને ખતમ કરનારા પ્લાન પણ સમજાવ્યો હતો. ચીન અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાર્તા પણ થઇ હતી. જેમાં બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારવા અને વ્યાપારને નવા મુકામ પર પહોંચાડવા અંગે સંમતિ સધાઇ હતી. પુતિન અને જિનપિંગે પોતાની વાતચીત દરમિયાન નાટોના વિસ્તરણ અંગે ચર્ચા પણ કરી. બંન્ને દેશોએ નાટોની વિરુદ્ધ એક સાથે કામ કરવા અંગે પણ ચર્ચા કરી હતી.
રશિયા-ચીનના સુધરતા સંબંધોથી ભારતને નુકસાન થઇ શકે છે
નિષ્ણાંતોનું માનવું છે કે, જો રશિયાના સંબંધ ચીન સાથે મજબુત થાય છેતો તેની અસર ભારત સાથેના સંબંધો પર પડી શકે છે. ભારતના ચીન સાથે જુનો સીમા વિવાદ છે. 2020 માં બંન્ને દેશો હિંસક ઝડપો પણ થઇ ચુકી છે. ત્યાર બાદથી ભારત અને ચીનની સેનાઓ સીમા પર તહેનાત છે. આ દરમિયાન રશિયાની મધ્યસ્થતાથી જ ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટાડવામાં મદદ મળી હતી. આ કારણે રશિયા, ભારતની અપેક્ષા ચીનને ખુશ કરવામાં વધારે પ્રયાસ કરતું જોવા મળી શકે છે.
ADVERTISEMENT