ભારતે લગભગ બે મહિના બાદ કેનેડિયન નાગરિકો માટે ફરીથી ઈલેક્ટ્રોનિક વિઝાની સેવાઓ શરૂ કરી દીધી છે. તેનાથી કેનેડાના નાગરિકોને મોટી રાહત મળી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આનાથી સર્જાયેલા રાજદ્વારી વિવાદની વચ્ચે ભારતે 21 સપ્ટેમ્બરે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી.
ADVERTISEMENT
ભારતે લીધો મોટો નિર્ણય
ભારતે એવા સમયે ઈ-વિઝા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો G-20ની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને બંને દેશોની વચ્ચે પરસ્પર સંબંધોને ફરીથી પાટા પર લાવવાની દિશામાં એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે.
જસ્ટિન ટ્રુડેએ લગાવ્યો હતો આરોપ
તમને જણાવી દઈએ કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે જૂનમાં કેનેડિયન નાગરિક ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો” સામેલ હતા. ભારત સરકારે આનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને આરોપોને વાહિયાત, બનાવટી અને કોઈપણ પુરાવા વગરના ગણાવ્યા હતા.
બંને દેશોએ જારી કરી હતી એડવાઈઝરી
ઈ-વિઝા ફરી શરૂ કરવાનો અર્થ છે કે તેમાં મેડિકલ વિઝા, બિઝનેસ વિઝા અને ટૂરિસ્ટ વિઝા સહિત ચાર પ્રકારના વિઝા સામેલ છે. સપ્ટેમ્બરમાં ભારતે આગામી આદેશો સુધી આ વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ત્યારે બંને દેશોએ પોતાના નાગરિકોને એડવાઈઝરી જારી કરી હતી.
ADVERTISEMENT