બીજિંગ : ચીને ભારતીય વુશુ ટીમમાં રહેલા અરૂણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને નોર્મલ વીઝાના બદલે સ્ટેપલ વીઝા ઇશ્યું કર્યા હતા. ચીનના આ પગલા પર કડક વલણ અપનાવતા ભારત સરકારે વુશુ ટીમના તમામ ખેલાડીઓએ એરપોર્ટ પરથી જ પરત બોલાવી લીધા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીનનું આ પગલું અસ્વિકાર્ય છે.
ADVERTISEMENT
ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ચાલી રહી છે
રિપોર્ટ અનુસાર 11 સભ્યોની ભારતીય ટીમ ચીનમાં આયોજિત થનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા માટે મોડી રાત્રે રવાના થવાના હતા. જો કે અધિકારીઓએ તમામ મંજૂરી છતા તેમને ચીન જવાની પરવાનગીનો ઇન્કાર કરી દીધ હતો. ચીની અધિકારીઓએ અરુણાચલના ત્રણ ખેલાડીઓને નોર્મલ વિઝાના બદલે સ્ટેપલ વિઝા ઇશ્યું કરી દીધા હતા. જ્યારે ભારત સરકાર ચીનના સ્ટેપલ વિઝાને મંજૂરી નથી આપતી.
મોડી રાત્રે ખેલાડીઓ રવાના થવાના હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા માટે મોટા ભાગના એથલિટને કાલે મોડી રાત્રે ચીન માટે રવાના થયા હતા. જ્યારે અરૂણાચલના ત્રણ એથલીટોને આઝે રાત્રે રવાના થવાનું હતું. જો કે અરુણાચલના ખેલાડીઓના વિઝા મોડા પહોંચ્યા હતા. ચીને આ ત્રણેય ખેલાડીઓને સામાન્ય વિઝાના બદલે સ્ટેપલ વિઝા ઇશ્યુ કર્યા હતા. ચીનના આ વલણથી નારાજ થઇને ભારત સરકારે નિર્ણય લીધો કે વુશુ ટીમનો કોઇ પણ ખેલાડી ચીન નહી જાય.
રવાના થાય તે પહેલા જ લેવાયો નિર્ણય
રિપોર્ટ અનુસાર મોટા ભાગના ખેલાડીઓ ગુરૂવારે સવારે 1 વાગીને 5 મિનિટે ચીન માટે રવાના થયા હોત. તમામ પ્રકારની સુરક્ષા તપાસ પણ થઇ ચુકી હતી. ત્યારે અધિકારીઓએ તેમને જણાવ્યું કે, તમામ ખેલાડીઓને ઘરે પરત ફરવા માટે જણાવવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, અમારા સંજ્ઞાનમાં આવ્યું કે, ચીનમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય રમતના આયોજનમાં પ્રતિનિધિત્વ કરનારા અમારા કેટલાક ખેલાડીઓને ચીન તરફથી સ્ટેપલ વિઝા ઇશ્યુ કરવામાં આવ્યો હતો. આ અસ્વીકાર્ય છે.
ભારતે ચીની અધિકારી સામે મુદ્દો ઉઠાવ્યો
અમે આ મુદ્દે ચીની અધિકારીઓની સામે પોતાનું આકરો વિરોધ નોંધાવ્યો છે. સ્ટેપલ વિઝાના મુદ્દે અમારુ સ્ટેન્ડ ક્લિયર છે. વિઝા આપવામાં જાતિ અથવા સ્થાનના આધારે કોઇ પ્રકારના ભેદભાવ અમે અસ્વિકાર્ય નથી. ભારત આ પ્રકારની કાર્યવાહી પર યોગ્ય પ્રતિક્રિયા આપવાનો અધિકાર રાખે છે.
સ્ટેપલ વિઝા અને નોર્મલ વિઝામાં શું અંતર હોય છે?
જ્યારે કોઇ વ્યક્તિને સ્ટેપલ વિઝા ઇશ્યુ કરવામાં આવે છે તો પાસપોર્ટની સાથે કેટલાક અન્ય કાગળથી સ્ટેપલ કરવામાં આવે છે. જ્યારે નોર્મલ વિઝામાં એવું નથી કરવામાં આવતું. સ્ટેપલ વિઝાધારી જ્યારે પોતાનું કામ પુર્ણ કરી દે છે તો તેને મળનારા સાથે ચોંટાડેલા કાગળ ફાડી નાખવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે, તેના નિયમિત વિઝા પર તે દેશની યાત્રાનો કોઇ અધિકારીક ઉલ્લેખ હોતો નથી. જ્યારે નોર્મલ વિઝા પર આ યાત્રાનો ઉલ્લેખ થાય છે.
ADVERTISEMENT