ભારત મોંઘવારી પર બ્રેક મારવા રશિયા પાસેથી આ વસ્તું ડિસ્કાઉન્ટમાં ખરીદશે

નવી દિલ્હી : દેશમાં મોંઘવારી છેલ્લા 15 મહિનામાં સર્વોચ્ચ સ્તરે છે. આવી સ્થિતિમાં ભારત સરકાર ફુગાવાને કાબૂમાં લેવા રશિયાથી સબસિડીવાળા ભાવે ઘઉંની આયાત કરવાનું વિચારી…

India buy wheat at low price

India buy wheat at low price

follow google news

નવી દિલ્હી : દેશમાં મોંઘવારી છેલ્લા 15 મહિનામાં સર્વોચ્ચ સ્તરે છે. આવી સ્થિતિમાં ભારત સરકાર ફુગાવાને કાબૂમાં લેવા રશિયાથી સબસિડીવાળા ભાવે ઘઉંની આયાત કરવાનું વિચારી રહી છે. 2017 પછી આ પ્રથમ વખત બનશે જ્યારે સરકાર રાજદ્વારી માધ્યમો દ્વારા ઘઉંની આયાત કરશે.

ખાદ્ય વસ્તુઓની કિંમત મોંઘવારીના 15 મહિનાની ટોચે છે

ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોને કારણે દેશમાં મોંઘવારી છેલ્લા 15 મહિનામાં સર્વોચ્ચ સ્તરે છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ જુલાઈ મહિનામાં છૂટક મોંઘવારી દરે 15 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ બેકબ્રેકિંગ ફુગાવાને કાબૂમાં લેવા માટે સરકાર રશિયાથી સબસિડીવાળા ભાવે ઘઉંની આયાત કરવાનું વિચારી રહી છે. રશિયાથી મોટી માત્રામાં સબસિડીવાળા ઘઉંની આયાત કરીને સરકાર દેશમાં ઘઉં અને ઘઉંના લોટના ભાવને નિયંત્રિત કરી શકે છે.

સરકાર આગામી ચૂંટણી પહેલા મોંઘવારીના મોરચે મજબુત થવા માંગે છે

અહેવાલ મુજબ, ભારત દેશમાં ખાદ્ય પુરવઠો વધારવા અને આગામી વર્ષે રાજ્ય અને સામાન્ય ચૂંટણી પહેલા મોંઘવારી પર અંકુશ લાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર ઘઉંના વૈશ્વિક ભાવમાં વધારો થવા છતાં, ભારત રાહત દરે ઘઉંની આયાત કરવા માટે રશિયા સાથે વાતચીત કરી રહ્યું છે. સમાચાર એજન્સી રોઇટર્સ સાથે વાત કરતાં, આ બાબતથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર ખાનગી અને સરકારી એમ બંને માધ્યમથી ઘઉંની આયાત કરવાની શક્યતાઓ શોધી રહી છે. તેમણે કહ્યું કે સરકાર આ નિર્ણય કાળજીપૂર્વક લેશે.

ભારતે લાંબા સમયથી ઘઉંની આયાત નથી કરી

ફુગાવાને કાબૂમાં લેવાની તૈયારી ભારતે છેલ્લા ઘણા સમયથી રાજદ્વારી માધ્યમથી ઘઉંની આયાત કરી નથી. છેલ્લી વખત ભારતે ઘઉંની મોટી માત્રામાં 2017માં આયાત કરી હતી. તે સમયે ખાનગી કંપનીઓએ 53 લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરી હતી. સૂત્રએ નામ ન આપવાની શરતે રોઈટર્સ એજન્સીને જણાવ્યું કે, રશિયન ઘઉંની આયાતની મદદથી સરકાર ઈંધણ, અનાજ અને કઠોળ જેવી મુખ્ય ચીજવસ્તુઓની કિંમતો ઘટાડવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે, અંતિમ નિર્ણય લેવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.

જો કે અધિકારીક રીતે આ અંગે કોઇ ટિપ્પણી નહી

જો કે, નાણા મંત્રાલય, વેપાર મંત્રાલય અને સરકાર દ્વારા આ ડીલ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ગયા મહિને કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયના વરિષ્ઠ સરકારી કર્મચારી સંજીવ ચોપરાએ કહ્યું હતું કે, રશિયાથી ઘઉંની આયાત કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. સરકાર પાસે ઘઉંના ઓછા સ્ટોકથી વાકેફ અન્ય એક સ્ત્રોતે જણાવ્યું હતું કે ભારતને તેની જરૂરિયાત પૂરી કરવા માટે 30 થી 40 લાખ મેટ્રિક ટન ઘઉંની જરૂર છે. જ્યારે ભારત રશિયાથી 80 થી 90 લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરવાનું વિચારી રહ્યું છે.

ઘઉ અને ઘઉંના લોટની કિંમતો નિયંત્રિત કરવામાં આવશે

જેથી ઘઉંના ભાવને નિયંત્રિત કરી શકાય.રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી રશિયા ભારતનો બીજો સૌથી મોટો માલ નિકાસકાર દેશ બની ગયો છે. આમાં ભારત સૌથી વધુ સબસિડીવાળા ભાવે તેલની આયાત કરે છે. આ બાબતથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું છે કે, રશિયાએ પણ ઘઉંના વર્તમાન બજાર ભાવો કરતા ઓછા ભાવે ઘઉંની નિકાસ કરવા માટે સંમતિ દર્શાવી છે. આ સિવાય રશિયાથી ખાદ્ય પદાર્થોની આયાત પર કોઈ પ્રતિબંધ નથી.

ભારત પહેલાથી જ સુર્યમુખી તેલની આયાત કરી રહ્યું છે

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત રશિયા પાસેથી સૂર્યમુખી તેલની આયાત પણ કરી રહ્યું છે અને તેની ચૂકવણી યુએસ ડોલરમાં કરી રહ્યું છે. આ જ તર્જ પર ભારત પણ રશિયા પાસેથી ઘઉં ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. સ્થાનિક ઘઉંની સરખામણીમાં રશિયન ઘઉંની કિંમત ઓછી હશે મુંબઈના એક વેપારીનું કહેવું છે કે, ભારત રશિયા પાસેથી સરળતાથી 25 થી 40 ડોલર પ્રતિ ટનનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

મોંઘવારીથી નાગરિકો પરેશાન

આ ડિસ્કાઉન્ટ પછી રશિયાથી આયાત કરવામાં આવતા ઘઉંની કિંમત સ્થાનિક કિંમતો કરતા ઘણી ઓછી થઈ જશે. ઘઉંના મર્યાદિત પુરવઠાને કારણે ભારતમાં છેલ્લા બે મહિનામાં જથ્થાબંધ ઘઉંના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે અને ઓગસ્ટમાં સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર, 1 ઓગસ્ટના રોજ ભારતના સરકારી ગોડાઉનમાં ઘઉંનો કુલ સ્ટોક 283 લાખ ટન હતો. આ સ્ટોક છેલ્લા 10 વર્ષના સરેરાશ સ્ટોક કરતા 20 ટકા ઓછો છે. ગત વર્ષે જ ભારતે ઘઉંના ઓછા ઉત્પાદનને કારણે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે પણ ઘઉંનું ઉત્પાદન સરકારના અંદાજ કરતાં ઓછામાં ઓછું 10 ટકા ઓછું રહેવાની ધારણા છે.

    follow whatsapp