INDIA Mumbai meet LIVE: દેશ ધીરે ધીરે સરમુખત્યારશાહી તરફ વધી રહ્યો છે

INDIA Meeting Mumbai Live Updates: મુંબઇમાં INDIA ગઠબંધનના 28 વિપક્ષી દળોના નેતાઓ બે દિવસ માટે મુંબઇમાં એકત્ર થયા છે. મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં આ નેતાઓ…

India Alliance

India Alliance

follow google news

INDIA Meeting Mumbai Live Updates: મુંબઇમાં INDIA ગઠબંધનના 28 વિપક્ષી દળોના નેતાઓ બે દિવસ માટે મુંબઇમાં એકત્ર થયા છે. મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં આ નેતાઓ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી હટાવવા માટે રણનીતિ બનાવવા માટે એકત્ર થયા છે. બેઠકના પહેલા દિવસે ગુરૂવારે INDIA ગઠબંધન ચૂંટણી મોડમાં આવવા અને 2024 ની લોકસભા ચૂંટણીમાં એનડીએ સાથે રમવા માટેની પોતાની યોજનાઓને આગળ ધપાવી રહ્યું છે.

મોટી મોટી શક્તિઓ INDIA ગઠબંધન તોડવામાં લાગ્યા છે

કેજરીવાલે કહ્યું કે, મોદી સરકાર સૌથી અહંકારી સરકાર છે. આ સરકાર માત્ર એક માણસને બચાવવામાં જોડાયેલી છે. દેશમાં આટલી અહંકારી સરકાર ક્યારે પણ નથી આવી. અમે પદ માટે નહી પરંતુ ભારત બચાવવા માટે આગળ આવ્યા છે.

આ દેશમાં એક વેપારી અને પીએમ વચ્ચે સાંઠગાંઠ છે: રાહુલ ગાંધી

મુંબઇ બેઠકને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જે દળ આજે મંચ પર છે, તેઓ દેશના 60 ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અમારી વચ્ચે હવે સીટ વહેંચણી અંગે ચર્ચા થશે. જો વિપક્ષી એકત્ર થાય છે તો ભાજપનું જીતવું મુશ્કેલ છે. આ દેશમાં એક વ્પાપારી અને પીએમ મોદી વચ્ચે સાંઠગાંઠ છે.

આ લોકો ખોટુ બોલીને સત્તામાં આવ્યા હતા:લાલુ યાદવ

લાલુ યાદવે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, આ લોકો ખોટુ બોલીને અફવા ફેલાવીને સત્તામાં આવ્યા તા. મારી સાથે અનેક નેતાઓ અંગે કહેવામાં આવ્યું કે, આપણા પૈસા સ્વિસ બેંકમાં જમા છે. કહેવાયું કે, સત્તામાં આવીશું તો તમામ દેશવાસીઓને પંદર-પંદર લાખ રૂપિયા આપીશું. તેઓ ખોટુ બોલીને લોકોને બેંક ખાતુ ખોલાવવામાં આવ્યું. અમે તેમના ભ્રમમાં આવીને પરિવાર સહિત બેંક ખાતુ ખોલાવી લીધું. જો કે કોને શું મળ્યું તે બધાને ખબર છે.

    follow whatsapp