‘મુસ્લિમો માટે ભારતની ધરતી જન્નત છે’, ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા સવાલ પર PM મોદીનો જવાબ

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ધરતીને મુસ્લિમો માટે જન્નત બતાવી છે. વિદેશી અખબાર ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં PM મોદીએ કહ્યું કે,…

gujarattak
follow google news

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ધરતીને મુસ્લિમો માટે જન્નત બતાવી છે. વિદેશી અખબાર ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ભારતની ધરતી મુસ્લિમો માટે જન્નત છે. તેમણે કહ્યું કે, વિશ્વમાં અન્ય જગ્યાએ અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, તેઓ ખુશીથી રહી રહ્યા છે અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે કેનેડા વિવાદ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે પણ ખુલીને ચર્ચા કરી. કેનેડા મુદ્દે પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદીની આડમાં હિંસાનો ખેલ રમાઈ રહ્યો છે.

જ્યારે પીએમ મોદીને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે, ભારતમાં મુસ્લિમ લઘુમતીનું ભવિષ્ય શું છે, તો પીએમ મોદીએ તેના બદલે ભારતના પારસીઓની આર્થિક સફળતા તરફ ધ્યાન દોર્યું, જેમને તેઓ ‘ભારતમાં રહેતા ધાર્મિક માઈક્રો લઘુમતી’ માને છે. તેમણે કહ્યું, ‘વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓ (મુસ્લિમ લઘુમતી)ને ભારતમાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.

ચીન અને હમાસ-ઈઝરાયેલ સંઘર્ષ પર PMએ શું કહ્યું?

જ્યારે ભારતની તુલના ચીન સાથે કરવામાં આવી ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, તમે ચીન સાથે સરખામણી કરી છે, પરંતુ અન્ય લોકશાહી સાથે ભારતની તુલના કરવી વધુ યોગ્ય રહેશે. તો હમાસ-ઈઝરાયેલ સંઘર્ષ પર પીએમ મોદીએ કહ્યું કે, હું મધ્ય પૂર્વ ક્ષેત્રના નેતાઓના સંપર્કમાં છું. જો ભારત શાંતિની દિશામાં આગળના પ્રયાસો માટે કંઈ પણ કરી શકે છે, તો અમે ચોક્કસપણે તે કરીશું.

કેનેડા વિવાદ અને અમેરિકાના આરોપો પર PM મોદીએ શું કહ્યું?

અમેરિકાના આરોપો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે, ‘જો અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. જો અમારા કોઈ નાગરિકે કંઈ પણ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા તૈયાર છીએ. અમારી પ્રતિબદ્ધતા કાયદાના શાસન પ્રત્યે છે.’ કેનેડા મામલે જવાબ આપતા PMએ કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં હિંસાની રમત રમાઈ રહી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં આ તત્વો ડરાવવા અને હિંસા ભડકાવવામાં લાગેલા છે.

    follow whatsapp