નવી દિલ્હી: બ્રિટિશ શાસનથી આઝાદીને આજે 75 વર્ષ પૂર્ણ થયા છે. આ 75 વર્ષમાં દેશે અનેક સંકટનો સામનો કર્યો છે. આઝાદી બાદ દેશને આર્થિક રીતે સક્ષમ બનાવવોએ રાજકારણીઓ માટે સૌથી મહત્વપૂર્ણ અને મોટું કાર્ય હતું. જ્યારે ભારત 15 ઓગસ્ટ 1947 (સ્વતંત્રતા દિવસ) ના રોજ સ્વતંત્ર થયું ત્યારે દેશનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માત્ર રૂ. 2.7 લાખ કરોડ હતું. આ આંકડો વિશ્વના કુલ જીડીપીના માત્ર 3 ટકા હતો. પરંતુ, ભારતે તમામ પડકારોનો સ્વીકાર કર્યો. નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી રૂ. 236 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. જો કે, આ દરમિયાન, દેશને દુષ્કાળ, આર્થિક મંદી અને કોરોના મહામારી સહિત ઘણી આફતોનો સામનો કરવો પડ્યો હતો, જેની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી હતી. ચાલો જાણીએ દેશ પર આવી પડેલ સંકટ પર કે જે ભારતે આ સંકટનો સામનો કરી અને પોતાની રફતાર વધારી હતી.
ADVERTISEMENT
1960નો દુષ્કાળ:
1960નું દશક સ્વતંત્ર ભારત માટે ખૂબ જ ખરાબ હતું. આ તે દાયકો હતો જ્યારે દેશને ઇતિહાસના સૌથી ખરાબ દુષ્કાળમાંથી પસાર થવું પડ્યું હતું. જેના કારણે અનાજનો પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ ગયો હતો અને મદદ માટે ભારતની પશ્ચિમી દેશો પર નિર્ભરતા વધી હતી. આ દુષ્કાળને કારણે લાખો લોકોના જીવ ગયા હતા. આ તે સમય હતો જ્યારે હરિયાળી ક્રાંતિ અસ્તિત્વમાં આવી હતી.ભારત આ ભયંકર સમસ્યામાંથી માત્ર બહાર આવ્યું નથી, પરંતુ આજે વિશ્વને અનાજ આપવા માટે પણ સક્ષમ છે. ભૂતકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાત વિશ્વને મોટેથી કહી હતી.
રાજકોષીય ખાધમાં ઘટાડો
દુષ્કાળ પછી ભારતીય અર્થતંત્રને બીજી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જ્યારે સરકારની રાજકોષીય ખાધ ઝડપથી વધવા લાગી અને દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર લગભગ ખતમ થવાના આરે પહોંચી ગયું. તે 1980-81માં જીડીપીના 9 ટકાથી વધીને 1985-86માં 10.4 ટકા થયો હતો. આ પછી તેમાં વધુ વધારો થયો અને 1990-91માં 12.7 ટકા થયો. ભારતનું બાહ્ય દેવું લગભગ બમણું થઈ ગયું હતું. દેશની વિદેશી હૂંડિયામણની અનામત એક અબજ ડોલરથી પણ ઓછી થઈ ગઈ હતી. ત્યારબાદ IMF પાસેથી વધુ લોન મેળવવા માટે 67 ટન સોનું ગિરવે રાખવું પડ્યું. પરંતુ આજે દેશની વિદેશી મુદ્રા ભંડાર $597.978 બિલિયન છે.
2008-09ની આર્થિક મંદી
ભારતમાં 2008-09 દરમિયાન સૌથી મોટી નાણાકીય કટોકટીનો સામનો કર્યો હતો. વૈશ્વિક સ્તરે આવેલી આ મંદીએ વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે હચમચાવી દીધી હતી. આ દરમિયાન કરોડો લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. ભારત દેશ પણ આ મંદીના કાદવમાં ફસાયો હતો. પરંતુ અન્ય મોટા દેશોની સરખામણીમાં ભારત પર આ મંદીની અસર ઓછા પ્રમાણમાં જોવા માંલઈ હતી . આ મંદીના ફટકા પછી, દેશ ઉભો થયો અને ઝડપ પકડી. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે.
નોટબંધી
8 નવેમ્બર, 2016, એ તારીખ જ્યારે દેશના વડાપ્રધાન મોદીએ રાત્રે આઠ વાગ્યે નોટબંધી શબ્દનો ઉલ્લેખ કર્યો અને એક જ ઝટકામાં દેશની લગભગ 86 ટકા ચલણ પર શાસન કરતી 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યો. આ જાહેરાત બાદ એવી હંગામો મચી ગયો કે ભારત વૈશ્વિક સ્તરે લાઇમલાઇટમાં આવી ગયું. વિપક્ષો વિરોધ કરવામાં લાગ્યા હતા જ્યારે દેશની જનતા પોતાની નોટો બદલવા કે એટીએમ અને બેંકોમા લાઈનમાં લાગી હતી.જો કે થોડા સમય બાદ બધુ સામાન્ય થઈ ગયું અને જનતાએ સરકારની જાહેરાતને સ્વીકારી લેતા નવી નોટો ચલણમાં છે. આવો જો કે, ભારત પહેલા મ્યાનમારમાં 1982માં, નાઈજીરિયામાં 1984માં, ઝાયરમાં 1990માં, સોવિયત યુનિયનમાં 1991માં અને ઉત્તર કોરિયામાં 2010માં નોટબંધી થઈ હતી, પરંતુ ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.
કોરોના :
વર્ષ 2020માં સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ પણ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો હતો. આ મહામારીને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે તેનાથી અર્થતંત્રની ગતિને બ્રેક લાગી. સંક્રમણને રોકવા માટે, સરકારે લોકડાઉન લાગુ કર્યું, જેના કારણે ભારતનું આર્થિક ચક્ર થંભી ગયું. કોરોનાના એક પછી એક ત્રણ લહેર આવી જેણે અર્થવ્યવસ્થા સામે મોટું સંકટ ઉભું કર્યું. પરંતુ, દેશ પણ કોરોનાની અસરમાંથી બહાર આવ્યો અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યો. વિશ્વ બેંક, IMF સહિત અન્ય દેશોએ પણ ભારતનું ઉદાહરણ આપ્યું હતું.
ADVERTISEMENT