21 વર્ષ બાદ ભારતને મળ્યો MRS.World નો તાજ, કોણ છે સરગમ કૌશલ

Sargam Koushal Mrs. World 2022: 21 વર્ષનો લાંબો ઇંતજાર ખતમ થઇ ચુક્યો છે. ભારતે મિસેજ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધું છે. સરગમ કૌશલ મિસ…

gujarattak
follow google news

Sargam Koushal Mrs. World 2022: 21 વર્ષનો લાંબો ઇંતજાર ખતમ થઇ ચુક્યો છે. ભારતે મિસેજ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધું છે. સરગમ કૌશલ મિસ વર્લ્ડ 2022 ની વિનર બની ચુકી છે. આ પળ સૌ કોઇ ભારતીયો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ ખુબ જ ખુશનુમા અને ઇમોશનલ સમયગાળો હતો.

મિસેજ વર્લ્ડ 2022 ઇવેન્ટનું આયોજન અમેરિકામાં કરવામાં આવ્યું હતું. બ્યૂટી કોમ્પિટિશનમાં બોલિવુડના અનેક મોટા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. 21 વર્ષ બાદ જ્યારે મિસ વર્લ્ડનો ખિતાબ ભારતને મળ્યો તો સરગમ કૌશલ સ્ટેજ પર જ ઇમોશનલ થઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સરગમ તાજ પહેરતા સમયે રડતા જોવા મળી રહ્યા છે. જો કે આ ખુશીના આસુ હતા.

વીડિયો જોવા ક્લિક કરો…

મિસેઝ વર્લ્ડ 2022 નો તાજ જીત્યા બાદ સરગમ કૌશલને તમામ સ્ટાર્સે શુભકામનાઓ પાઢવી હતી. અદિતિ ગોવિત્રીકર, સોહાઅલી ખાન, વિવેક ઓબરોય, મોહમ્મદ અઝહરુદ્દીને સરગમને શુભકામનાઓ પાઠવી હતી. અદિતી ગોવત્રિકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, આ જર્નીનો હિસ્સો બનવુ ખુબ જ સારુ લાગ્યું. 21 વર્ષ બાદ આ તાજ ભારતને મળ્યો છે. તમને હૃદયથી શુભકામનાઓ. અત્રે ઉલ્લેખનીય છે કે, 2001 માં આ તાજ અદિતિ ગોવિત્રીકરે જીત્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મિસેઝ વર્લ્ડનો ખિતાબ જીતનારી સરગમ કૌશલ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે. તેઓ એક શિક્ષક અને મોડલ પણ છે. સરગમના લગ્ન 2018 માં થયા હતા. લગ્ન બાદથી જ તેના પર આ બ્યુટી પેજેંટ જીતવાનું જનુન વળગ્યું હતું. ત્યાર બાદ તેમણે મિસેઝ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. લગ્ન બાદ સૌથી પહેલા તેણે મિસેઝ ઇન્ડિયાનો તાજ જીત્યો હતો. ત્યાર બાદ હવે મિસેઝ વર્લ્ડ પણ બન્યા છે.

    follow whatsapp