corona update : દેશમાં હળવી ગતિએ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પણ કોરોના સંક્રમિત થયા છે. તેઓને તેમના નિવસ્થાન પર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે અને તેમના તમામ કાર્યક્રમો અને એપોઇન્ટમેન્ટ વગેરે રદ્દ કરવામાં આવ્યા છે. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 475 કેસ નોંધાયા અને 6 લોકોના મોત થયા હતા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યાની વાત કરવામાં આવે તો 3919 છે.
ADVERTISEMENT
નવા વેરિઅન્ટ JN.1ના સૌથી વધુ કેસમાં મહારાષ્ટ્રમાં
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ JN.1ના સૌથી વધુ કેસમાં મહારાષ્ટ્ર અને ત્યારબાદ કર્ણાટકમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 250, કેરળમાંથી 148, ગોવામાં 49, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાંથી 30-30, તમિલનાડુ અને તેલંગાણામાંથી 26-26, દિલ્હીમાં 21, ઓડિશામાંથી 3 કેસ નોંધાયા છે. જ્યારે હરિયાણામાં 1 કેસ નોંધાયો છે. દેશના 12 રાજ્યોમાં કોરોના વાયરસના સબ-વેરિઅન્ટ JN.1ના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.
ભારતમાં આવી ચૂકી છે ત્રણ લહેરો
તમને જણાવી દઈએ કે, ભારત આ પહેલા કોરોનાની ત્રણ લહેરો જોઈ ચૂક્યું છે, જેમાં એપ્રિલ-જૂન 2021 મેં ડેલ્ટા લહેર દરમિયાન દૈનિક નવા કેસ અને મૃત્યુની ટોચની સંખ્યા નોંધાઈ હતી. વર્ષ 2021માં મે મહિનામાં 4,14,188 નવા કેસ અને 3,915 મૃત્યુ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 5.3 લાખથી વધુ લોકોના મોત
2020ની શરૂઆતમાં મહામારી શરૂ થયા બાદથી 4.5 કરોડથી વધુ લોકો અત્યાર સુધીમાં તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 5.3 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા 4.4 કરોડથી વધુ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT