‘આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન પચાવી છે, PM મોદી જવાબ આપે’: Rahul Gandhi

India-China Border Dispute: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીનના નવા નકશા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે “હું વર્ષોથી કહું છું કે વડાપ્રધાને જે કહ્યું કે…

gujarattak
follow google news

India-China Border Dispute: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીનના નવા નકશા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે “હું વર્ષોથી કહું છું કે વડાપ્રધાને જે કહ્યું કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી, તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપ કરી છે.”

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું, “નકશાનો મામલો ખૂબ જ ગંભીર છે, પરંતુ તેઓ (ચીન) જમીન લઈ ચૂક્યા છે. વડાપ્રધાને તેના વિશે પણ કંઈક કહેવું જોઈએ.”

શું છે ચીનનો દાવો?

ચીને 28 ઓગસ્ટના રોજ તેના સ્ટાન્ડર્ડ નકશાની 2023 આવૃત્તિ બહાર પાડી. આમાં ભારતના રાજ્યો અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને તેમનો પ્રદેશ ગણાવ્યો છે. આ સાથે તાઈવાન અને દક્ષિણ ચીન સાગર પરના દાવા સહિતના અન્ય ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય ક્ષેત્ર પર ચીનના દાવા સામે ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે “અમે ચીનના કહેવાતા પ્રમાણભૂત નકશા પર રાજદ્વારી ચેનલો દ્વારા વિરોધ નોંધાવ્યો છે, જે ભારતના ક્ષેત્રનો દાવો કરે છે. અમે આ દાવાઓને નકારી કાઢીએ છીએ કારણ કે તેમનો કોઈ આધાર નથી.” આવા પગલાં માત્ર ચીનના પક્ષની સીમાના પ્રશ્નના સમાધાનને જટિલ બનાવશે.

જયશંકરે કહ્યું- ચીનને વાહિયાત દાવા કરવાની આદત છે

આ મામલે ભારતના વિદેશ મંત્રી જયશંકરે એક ટીવી ચેનલને જણાવ્યું કે, ચીનને એવા પ્રદેશો પર દાવો કરવાની જૂની આદત છે જે તેનો નથી. ભારતના કેટલાક ભાગો સાથેનો નકશો જાહેર કરવાથી કંઈપણ બદલાશે નહીં. અમારી સરકાર આ અંગે સ્પષ્ટ છે. વાહિયાત દાવા કરવાથી બીજાનો વિસ્તાર તમારો બની જતો નથી.

    follow whatsapp