India-Canada Row: ભારત સતત કહી રહ્યું છે કે, દેશમાં કેનેડાના રાજદ્વારીઓ વધારે છે તો તેવામાં સંતુલન બનાવવું ખુબ જ જરૂરી છે.
ADVERTISEMENT
India-Canada Conflict : ભારત અને કેનેડમાં ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ કેનેડાએ ભારતમાં કામ કરી રહેલા મોટા ભાગના ડિપ્લોમેટ (રાજદ્વારી)ને કુઆલાલમ્પુર (મલેશિયાની રાજધાની) અને સિંગાપુર ખાતે મોકલી દીધા છે.
કેનેડાનું આ પગલું એવા સમયે ઉઠાવ્યું જ્યારે ભારત સતત બંન્ને દેશો વચ્ચે રાજદ્વારીઓના સંતુલનની વાત કરી રહ્યું છે. વિદેશમંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે કહ્યું હતું કે, ભારતમાં કેનેડાના મોટા ભાગના ડિપ્લોમેટ છે. એવામાં સંતુલન બનાવવાની જરૂર છે. આ લોકો અમારા આંતરિક મામલાઓમાં પણ દખલ દઇ રહ્યા છે. તે અંગે અમારી કેનેડા સાથે ચર્ચા થઇ રહી છે.
ADVERTISEMENT